હળવદ તાલુકાના કડિયાણા ગામે રામજી મંદિર ખાતે અખંડ રામધૂન યોજાઇ
SHARE









હળવદ તાલુકાના કડિયાણા ગામે રામજી મંદિર ખાતે અખંડ રામધૂન યોજાઇ
હળવદ તાલુકાના કડિયાણા ગામે રામજી મંદિર ખાતે ૨૪ કલાકની અખંડ ઝાલાવાડી રામધુન જપયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડિયાણા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કડીયાણા ગામ ખાતે યોજાયેલ અખંડ રામધૂનમાં ગામના લોકોએ હાજર રહીને રામધૂન બોલાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઝાલાવાડ ધૂન મંડળ દ્વારા વર્ષ ૧૯૫૩થી અખંડ ધૂન શરૂ કરવામાં આવી છે અને જુદા જુદા ૮૪ જેટલા ગામોમાં દર એકાદશીના દિવસે હરિભક્તોને ભેગા કરીને રામધુનનું આયોજન કરવામાં આવે છે અને રામધુન બોલાવતા હોય છે
