મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા


SHARE









મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે અને વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ચાર જુગારીઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ મળીને ૩૧૬૦ ની રોકડ રકમ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીએનજી પંપની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુકેશભાઈ શીવાભાઈ ઝિંઝુવાડીયા જાતે કોળી (ઉંમર ૩૫) અને પ્રકાશભાઇ જેરામભાઈ જોબનપુત્રા જાતે સિંધી (ઉંમર ૪૨) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે વાંકાનેર નવાપરા વિસ્તારમાં પરમેશ્વરના પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર મનોજભાઈ કુંવરજીભાઇ સોલંકી જાતે કોળી (ઉંમર ૩૫) અને દેવરાજભાઈ સંજયભાઈ જાલસાણીયા જાતે કોળી (ઉંમર ૧૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦૧૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલા સીએનજી પંપ પાસેથી પસાર થઇ રહેલા એક શખ્સે રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે વિજયભાઈ બાબુભાઈ ઝાલા (૩૦)રહે. જૂની પેઢી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News