મોરબીમાં વાહન ચાલકોને હેલ્મેટ-સીટ બેલ્ટમાંથી મુક્તિ આપવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
SHARE









મોરબીમાં વાહન ચાલકોને હેલ્મેટ-સીટ બેલ્ટમાંથી મુક્તિ આપવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
મોરબીમાં હાલમાં સીટ બેલ્ટ અને હેલ્મેટના સીસીટીવીમાંથી ઓનાલાઇન મેમો બનાવીને વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહયા છે જેથી કરીને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા આ મુદે એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં પોલીસ દ્વારા સીસીટીવીના ઉપયોગથી વાહન ચાલકોને હાલમાં સીટ બેલ્ટ અને હેલ્મેટના મેમો આપવામાં આવે છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને વેપારીઓ કે કર્મચારીઓ ગામમાં કામ કરવા માટે આવે છે ત્યારે બેલ્ટ લગાવવાનું ભૂલી જાય કે પછી હેલ્મેટ ન હોય તો ઇ-મેમો આપવામાં આવે છે. અને આ મોંધવારીમાં લોકોની મુશ્કેલી વધી રહી છે ત્યારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી અને સીટ બેલ્ટ બાંધવામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરેલ છે.
