એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર


SHARE

















માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર

મોરબી માળીયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી હતી ત્યારે લોકોનો ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને ઘણા લોકો આપમાં જોડાયા પણ હતા ત્યારે માળીયા શહેરમાં રેલી અને બાદમાં જસાપર ગામે જન સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ગામના આગેવાન તેમજ માળિયા તાલુકા પ્રમુખ હીરાભાઈ કાનગડ સહિતના ગામના લોકોએ યાત્રાને ઉમેળકાભેર આવકારી હતી અને ગામના ચોરે રામજી મંદિર ખાતે નેતાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે આમ આદમી પાર્ટી કૈલાશભાઈ ગઢવી, રાજુભાઇ કરપડા, ગોવિંદભાઇ વાલાણી, શિવાજીભાઈ ડાંગર, વસંતભાઈ ગોરીયા સહિત હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, નાની વાવડી ગામે રાત્રીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઘણા ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

નિવૃત પોલીસ કર્મચારી આપમાં જોડાયા

મોરબી જીલ્લામાં પરીવર્તન યાત્રા સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના આવ્યા હતા ત્યારે જીલ્લા પ્રભારી શિવાજી ડાંગર, જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના જશાપર ગામના વતની અને નિવૃત પોલીસ કર્મચારી હીરાભાઈ નારસંગભાઈ કાનગડ માળિયા તાલુકા પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે




Latest News