વાંકાનેરના કલાવડી ગામ પાસે બાઇક-એક્ટિવા વચ્ચે અકસ્માત: ત્રણને ઇજા થતાં સારવારમાં
મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીઓનું કરાયું સન્માન
SHARE









મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીઓનું કરાયું સન્માન
મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં સંતાનમાં માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આગેવાનોના હસ્તે દીકરીઓના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજમાં વિવિધ ક્ષેત્રે લોકોની સેવા કરનારા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
આજ ના સમયમાં સમાજમાં પ્રવર્તતા લિંગ-ભેદ રેશિયોના તફાવતને ઓછો કરવામાં તેમજ બેટી બચાવો બેટી ભણાવો જે સરકારનો કાર્યક્રમ છે, તેમાં જેઓએ ખરેખર પોતાનું આગવું યોગદાન આપેલ છે, તેઓની સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય, અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે, દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર ૧૫ વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
વધુમાં સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ જણાવેલ હતું કે, શનાળાની પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં કૌશિકભાઈ રાદડિયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોશીએશનના પ્રેસિડેન્ટ ડો.શેહનાઝબેન બાબી, સૌરાષ્ટ્રના પ્રખ્યાત ન્યુરોસર્જન ડો. હેમાંગભાઈ વસાવડા, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે.કે. પટેલ, પ્રમુખ બેચરભાઈ હોથી, મનોજભાઇ પનારા, વિનોદભાઇ નાથાભાઇ ડાભી, એલ.એમ.કંઝરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે એક દીકરી ધરાવતા માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ધો. ૧૨ સાયન્સમાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓ, મોરબી જીલ્લામાં રાજ્ય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકો, મોરબીમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત સેવાના ભેખધારી સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ અને મોરબી જીલ્લાના સરપંચો, તેમજ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું
