મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ


SHARE









મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને ૩૧મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ-સંવાદ કાર્યક્રમની સમાંતર યોજાનાર  જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ૩૧મી મે એ યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમની સાથે મોરબીમાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે યોજાયેલી બેઠકમાં કલેકટરએ વિવિધ વિભાગો પાસેથી સંલગ્ન વિગતો મેળવી હતી. કલેકટર આ તકે વિવિધ યોજનાઓના વધુને વધુ લાભાર્થીઓ આ કાર્યક્રમનો હિસ્સો બની શકે તેમજ લાભાર્થીઓ મહાનુભાવો સાથે સીધો સંવાદ કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને પટેલ સમાજવાડી, રાજપર રોડ, શકત શનાળા ખાતે યોજાનાર છે જેમાં ૨૫૦૦થી વધુ લાભાર્થીઓ જનકલ્યાણની આ યોજનાઓનો હિસ્સો બનશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, વાંકાનેર પ્રાંત શેરસીયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, ડીવાયએસપી એમ.આઇ. પઠાણ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News