મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ
માળીયા(મી.)ના દેવગઢ ગામે દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો
SHARE









માળીયા(મી.)ના દેવગઢ ગામે દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો
માળિયા (મી.) તાલુકાના દેવગઢ/જાજાસર ગામે દેવ સોલ્ટ દ્વારા આઈ.એમ.એ. મોરબીના ડોક્ટરોના સહકારથી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોમાંથી ૧૫૦ જેટલા દર્દીઓ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પનું ઉદ્ઘાટન કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, મામલતદાર ડી.સી. પરમાર તથા ડો. મયુર જાદવાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને મામલતદારે જણાવ્યુ હતું કે, દેવ સોલ્ટ દ્વારા માળિયા(મી.) તાલુકાના ગામોમાં જ્યાં સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થવી પણ મુશ્કેલ છે. તેવા ગામોમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જે અભિનંદનને પાત્ર છે આ કેમ્પને સફળ કરવા માટે વિવેક ધ્રુણા, રમજાન જેડા, કિરણ ફફલ, મુસ્તુફા પઠાણ, સમાંત સવસેટા તથા કંપનીના ડો. દિવ્યમ ધોકિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
