માળીયા(મી.)ના દેવગઢ ગામે દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો
વાંકાનેર તાલુકા પોલીસે મોરબીના ચોરાઉ બુલેટ સાથે બેને દબોચ્યા
SHARE









વાંકાનેર તાલુકા પોલીસે મોરબીના ચોરાઉ બુલેટ સાથે બેને દબોચ્યા
વાંકાનેર તાલુકા પોલીસના મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા તથા હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ બુલેટ સાથે બે આરોપીને પકડી લેવામાં આવેલ છે જેની માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, વિજય જીવાભઇ સાકરીયા (૨૧) રહે. હાલ ઢુવા માટેલ રોડ મુળ નોલી તાલુકો સાયલા અને ધવલ ઉર્ફે પવો જયંતીભાઇ મેરજા (૨૩) રહે. રુપાવટી તાલુકો વીછીયા વાળા બુલેટ સાથે નીકળ્યા હતા તેને રોકીને બુલેટના કાગળો માંગતા તેની પાસે કાગળ હતા નહિ જેથી પોકેટકોપ મોબાઇલમાં આ શખસોના નામ સર્ચ કરતા આરોપી ધવલ જયંતિભાઇ અગાઉ મોરબી સીટી બી ડીવીજન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને વધુ પુછપરછ કરતા આ બુલેટ બીજા પાસેથી ખરીદેલ હોવાનુ કહ્યું હતું જો કે, આ બુલેટ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલા અંજતા એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંનેની ચોરાઉ બુલેટ સાથે ધરપકડ કરેલ છે
