વાંકાનેર તાલુકા પોલીસે મોરબીના ચોરાઉ બુલેટ સાથે બેને દબોચ્યા
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા
SHARE









મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અનિલભાઈ મહેતા, ભૂપતભાઇ પંડ્યા સહિતના આગેવાનો સંતો મહંતો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રવિવારના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) દ્વારા વિધિ કરાવવામાં આવી હતી અને રાંદલમાંના ગરબાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કિરણબેન સી. ઠાકર, ઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટ, પારૂલબેન ત્રિવેદી, ચેતનાબેન જોષી, ગીતાબેન ગામોટ, રીધ્ધીબેન ત્રિવેદી, તૃપ્તીબેન ત્રિવેદી, દર્શનાબેન જોષી, હીનાબેન પંડયા, નીલાબેન પંડિત, માનસીબેન શર્મા અને ભાવનાબેન મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી
