મોરબીમાં રંતિદેવ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જીલ્લા વાલ્મીકિ સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા
SHARE









મોરબીમાં રંતિદેવ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જીલ્લા વાલ્મીકિ સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા
મોરબીમાં શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મોરબી જીલ્લા વાલ્મીકિ સમુહ લગ્ન સેવા સમિતિ દ્વારા મોરબી સીટી પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વાલ્મીકિ સમાજની ૧૪ દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું આ સમૂહલગ્નમાં જોડાયેલ ૧૪ દિકરીઓને ડૉ. સતિષભાઈ પટેલ લિખીત બાળ ઉછેર મુઠ્ઠીમા ખૂબ જ પ્રેરણાદાયી પુસ્તક આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડૉ. જયંતીભાઈ એસ.ભાડેસિઆ તરફથી આપવામાં આવી હતી આ સમુહલગ્નમાં મંડપના દાતા જયંતિભાઈ રાજકોટીયા, લાઈટના દાતા પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ અમૃતિયા તેમજ ભોજનના મુખ્યદાતા નવયુગ સ્કૂલના પ્રમુખ પી.ડી. કાજીયા હતા અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરિશભાઈ બોપલીયા, મુકેશભાઈ કુંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને સમગ્ર વાલ્મીકિ સમાજનું ગૌરવ જુનાગઢ મહાનગર પાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ બોટાદ ભાજપના પ્રભારી મંજુલાબેન દેત્રોજા, વિપુલભાઈ અઘારા, મહેશભાઈ બોપલીયા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી નિકુંજભાઈ કોટક, ડૉ. જયદિપભાઇ કંજારીયા, રમેશભાઈ પંડ્યા, કબીર આશ્રમના મહંત સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત રાજ્યના અધિકારીઓ પણ આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેલ હતા અને જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ જયદિપભાઇ વાસદડિયા તરફથી પણ આયોજકોને મદદ મળી હતી તેવું બકુલભાઈ પઠાણ અને સુભાષભાઈ પુરબીયાએ જણાવ્યુ છે
