વાંકાનેરના ભલગામમાં મકાનને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૨.૨૫ લાખના મુદામાલની ચોરી
SHARE









વાંકાનેરના ભલગામમાં મકાનને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૨.૨૫ લાખના મુદામાલની ચોરી
વાંકાનેર તાલુકાના ભલગામ નવાપરામાં રહેતા યુવાનના મકાનના તાળાં તોડીને તસ્કરે તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી સાત તોલા સોનું, ૬૦૦ ગ્રામ ચાંદી તેમજ રોકડ આમ કુલ મળીને ૨.૨૫ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા વિનોદભાઈ પ્રવીણભાઈ ડેંગડા (ઉંમર ૩૬)ના રહેણાંક મકાનને તા. ૨૯ ના રાત્રીના ૧૦ થી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરના દરવાજાના તાળા તોડીને પ્રવેશ કર્યો હતો અને પહેલા માળે રાખેલ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે અને ફરિયાદી વિનોદભાઈના જણાવ્યા પ્રમાણે તેઓના ઘરમાંથી સોનાના સાત તોલાના દાગીના, ૬૦૦ ગ્રામ ચાંદીના દાગીના અને પાંચ હજાર રૂપિયા રોકડા આમ કુલ મળીને દ્વારા ૨.૨૫ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વિનોદભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે
બિયરના બે ટીન
મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં આવેલ ભરતવન પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતના બીયરના ટીન કબજે કરીને દિપક ઉર્ફે જોખમ રમેશભાઈ કાલરીયા જાતે પટેલ (૩૦) રહે. રવાપર રેસીડેન્સી બ્લોક નંબર-૪ વાળાની ધરપકડ કરેલ છે.
