મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના શાકમાર્કેટ ચોકમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી : ગુનો નોંધાયો


SHARE

















મોરબીના શાકમાર્કેટ ચોકમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી : ગુનો નોંધાયો

મોરબી શહેરના શાકમાર્કેટ ચોકમાં પોતાના મિત્રની રિક્ષામાં યુવાન બેસતા ત્યાં રહેલા બે શખ્સોને તે સારું નહીં લાગતાં તે ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી યુવાન તથા રીક્ષા ચાલકને બેફામ ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સાથે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા હિતેશભાઈ ઇશ્વરભાઇ સોલંકી (ઉમર ૨૫) મોરબીના શાક માર્કેટ ચોક પાસે આવેલી યદુનંદન ગેઇટ પાસે પોતાના મિત્ર રમેશભાઈ ગણેશભાઈ ઝિંઝુવાડીયાની રીક્ષામાં બેઠા હતા જે આરોપી ઋષિભાઈ ઘોઘુભાઇ ઝાલા અને ભરતભાઇ રમેશભાઇ ગઢવીને સારું નહીં લાગતા આ બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદ યુવાનો હિતેશભાઈ તથા રિક્ષાચાલક રમેશભાઈને ગાળો આપી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા હિતેશભાઈ સોલંકી દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઋષિભાઈ ઝાલા અને ભરતભાઈ ગઢવી રહે. બંને ખડીયાવાસ લીલાપર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશીદારૂ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં એસાર કંપની પંપની પાછળના ભાગમાં અજય ઉર્ફે અજિત નટુભાઈ માજૂસાના મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦ લિટર આથો, તૈયાર ૮ લીટર દેશીદારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળીને ૧૪૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે અજય ઉર્ફે અજિત નટુભાઈ માજુસા જાતે કોળી (ઉંમર ૩૦) રહે, એસાર પંપની પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News