હળવદમાં ગેરકાયદે બાંધકામનો રાફળો: અધિકારી મૌન રહેતા હાઇકોર્ટમાં જવાની ઉચ્ચારી ચિમકી
મોરબીના ઝૂલતા પુલનું ધરમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ
SHARE









મોરબીના ઝૂલતા પુલનું ધરમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ
સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલની સફરનો નિરંતર લોકોએ આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલમાં રીનોવેશનની જરુરત હતી જેથી કરીને ઝૂલતા પુલને ખોલીને ધરમૂળથી રીનોવેશનની કામગીરી અજંતા- ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે
ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખે જણાવ્યા મુજબ મોરબીના લોકો ઐતિહાસિક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાઈ રહયુ છે. અને ઝૂલતા પૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિનો આર એન્ડ ડી કરવામાં આવ્યું હતું અને ઝુલતા પુલના રીનોવેશનનો અંદાજીત ખર્ચ આશરે બે કરોડ રૂપિયા આવશે. આ ઝૂલતા પુલને ખોલીને રીનોવેશન કરવાની કામગીરી આશરે ૪ થી ૫ માસ ચાલશે અને ત્યાર બાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે. અગાઉ પણ ઓરેવા ગ્રુપના સુંદર સંચાલન થકી ઝુલતો પુલ સતત ૧૦ વર્ષ સુધી નિરંતર ચાલુ રહ્યો હતો અને હાલ થઈ રહેલ રીનોવેશન પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓરેવા ગ્રુપ પ્રયત્નશીલ છે
