ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ લગ્ન મુદદે યુવાનના પિતાની દુકાને જઈને હુમલો કરનાર સાત પૈકી ચાર ઝડપાયા


SHARE

















મોરબીમાં પ્રેમ લગ્ન મુદદે યુવાનના પિતાની દુકાને જઈને હુમલો કરનાર સાત પૈકી ચાર ઝડપાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં દીકરાએ કરેલા પ્રેમલગ્ન મુદદે આધેડની દુકાને જઇને સાત શખ્સો દ્વારા લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયાર વડે પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જે સાતની સામે રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગિનો નોંધાયો હોય પોલીસે હાલમાં સાત પૈકી ચારની ધરપકડ કરેલ છે.

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારીમાં જુની નીશાળ સામે રહેતા ચંદુભાઇ જીવાભાઇ ઉઘરેજા જાતે કોળી (ઉમર ૫૧) એ બે દિવસ પહેલા કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડ રહે.બન્ને લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી-૨, સંજયભાઇ ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલભાઇ ભરવાડ અને ત્રણ અજાણ્યા માણસ સામે ફરીયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે, બે રિક્ષામાં લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયારો સાથે ઉપરોકત ઇસમો આવ્યા હતા કારણકે ફરીયાદી ચંદુભાઇના દીકરા ગોપાલે આરોપી પૈકીના કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડની કૌટુંબિક બહેન પુજાબેન સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને તે ભાગી ગયેલ હોય તે વાતનો ખાર રાખીને તેમની દુકાને આવીને તેને ગાળો આપીને લોખંડના પાઇપ, લાકડાના ધોકા જેવા હથીયારોથી માર માર્યો હતો.જેથી ચંદુભાઇને પીઠ, બન્ને પગે તથા બન્ને હાથે મુંઢ ઇજાઓ થયેલ હતી અને ડાબા પગે ઢીચણથી નીચેના ભાગે ફેકચર થયેલ તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ (રાયોટીંગ), ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૩૫ મુજબ બી ડિવિઝન પીએસઆઈ વાઢીયા દ્વારા કિશન ભવાન ભરવાડ (૨૨), ગોપાલ ભવાન ભરવાડ (૨૧), સંજય ભવાન ભરવાડ (૧૯) અને વાલજી ઉર્ફે વિપુલ ભવાન ભરવાડ (૨૨) ચારેય રહે.લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ વાંકાનેર હાઇવે મોરબી-૨ ની ઉપરોક્ત મારામારીના ગુનામાં ધરપકડ કરેલ છે અને બાકીના ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા શ્રીકાંતભાઇ શ્રીરામભાઈ બ્રાહ્મણ નામના ૫૦ વર્ષિય આધેડને લખધીરપુર રોડ પાસે મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલા વિરાટનગર નજીકના વિલિયન સિરામિક નામના યુનિટ પાસે રહીનો મજૂરીકામ કરતા હરજીભાઈ ચનાભાઈ સીતલીયા નામના ૫૨ વર્ષીય આધેડેને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં જેતપર સીએચસી ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના દેવળીયા ગામના ડાયાભાઈ મોહનભાઈ રાજપરા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ દેવળિયા ગામેથી હળવદ બાજુ જતા હતા ત્યારે દેવળીયા ગામના પાટિયા નજીક તેઓને વાહન અકસ્માતના બનાવમાં વાહનમાંથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી અહીંની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના ખાટકીવાસ વિસ્તાર નજીક રહેતા વિશાલ રાજુભાઈ મકવાણા નામના ૨૨ વર્ષીય યુવાનને વીસી ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.




Latest News