મોરબીમાં પ્રેમ લગ્ન મુદદે યુવાનના પિતાની દુકાને જઈને હુમલો કરનાર સાત પૈકી ચાર ઝડપાયા
મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ હજુ કેટલા વર્ષ આપશે ?: રમેશભાઈ રબારી
SHARE









મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ હજુ કેટલા વર્ષ આપશે ?: રમેશભાઈ રબારી
મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ સુધરાઈ, રાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તારૂઢ છે તો પણ મોરબી પેરિસ જેવુ નથી બન્યું તે હકકીત છે અને શહેરને પીવાનું પાણી પુરૂ પાડો તેમજ મચ્છુ નદીને ગંદકીને સાફ કરો તો પણ ઘણું છે
મોરબી રિવરફ્રન્ટ અને અનેકવિધ સુખ સુવિધાની લાલચો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ દ્વારા આપવામાં આવે છે પરંતુ હકિકત સાવ અલગ છે આજે મોરબીનાં અનેક પોશ વિસ્તાર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં પીવાનું પાણી મળતુ નથી અને લોકો હેરાન પરેશાન છે ત્યારે અહીના ધારાસભ્ય અને રાજયમંત્રી તેમજ ભાજપના સુત્રધારો લોકોને રોજેરોજ નવી નવી કંપનીની લોલીપોપ આપી ગુમરાહ કરે છે મોરબી વિસ્તારમાં પેટા ચૂંટણી પછી રાજયમંત્રીએ કેટલા ખાતમુહુર્ત કરેલ ? તે પૈકીનાં કેટલા કામો શરૂ થયા? અને કેટલા અધુરા છે ? તે પણ લોકોને જણાવવું જોઈએ અને હાલમાં રિવરફ્રન્ટની વાત કરવાના બદલે શહેરીજનો પાણી માટે વલખા મારે છે તેના માટે નક્કર આયોજન કરવામાં આવે તેવી માંગ કોંગી આગેવાન રમેશભાઇ રબારીએ કરી છે
