માળીયાના સુલતાનપુરની શાળાના શિક્ષક ચેતનકુમારની ઉચ્ચ સિદ્ધિ
SHARE









માળીયાના સુલતાનપુરની શાળાના શિક્ષક ચેતનકુમારની ઉચ્ચ સિદ્ધિ
માળીયા તાલુકાના સુલતાનપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનાળીયા ચેતનકુમાર સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક છે.તેઓને શિક્ષણની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિમાં અને અવનવા વિષય પર લખવાનો સારો એવો શોખ છે. તેઓ પોતાના શબ્દો વડે જાતે જ લખે છે અને અલગ અલગ રચનાઓ કરે છે તેઓ જાતે જ વાર્તાઓ, કવિતાઓ અને કોટ્સ લખે છે. ગત વર્ષે તેમને સ્ટોરી મિરોરની એક કવિતા, વાર્તા અને કોટ્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમને જાતે જ ઘણી બધી કવિતાઓ લખી હતી અને બીજા સ્પર્ધકની સરખામણીમાં સુંદર રચનાઓથી ઉચ્ચ સિદ્ધ પ્રાપ્ત કરી હતી તેમાં તેમને ઘણા બધા ઈનામ,પ્રમાણપત્ર અને ટ્રોફી પણ મળી હતી
