મોરબીના ટીંબડી ગામે જાહેર રસ્તો બંધ થતાં તાલુકા પંચાયત સામે લોકોએ નાખ્યા ધામા !
મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતાને માર મારનારા વધુ ત્રણ આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતાને માર મારનારા વધુ ત્રણ આરોપીની ધરપકડ
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં દીકરાએ કરેલા પ્રેમલગ્ન મુદદે આધેડની દુકાને જઇને સાત શખ્સો દ્વારા લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયાર વડે પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જે સાતની સામે રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગિનો નોંધાયો હોય પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે.
મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારીમાં જુની નીશાળ સામે રહેતા ચંદુભાઇ જીવાભાઇ ઉઘરેજા જાતે કોળી (ઉમર ૫૧) એ બે દિવસ પહેલા કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડ રહે.બન્ને લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી-૨, સંજયભાઇ ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલભાઇ ભરવાડ અને ત્રણ અજાણ્યા માણસ સામે ફરીયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે, બે રિક્ષામાં લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયારો સાથે ઉપરોકત ઇસમો આવ્યા હતા કારણકે ફરીયાદી ચંદુભાઇના દીકરા ગોપાલે આરોપી પૈકીના કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડની કૌટુંબિક બહેન પુજાબેન સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને તે ભાગી ગયેલ હોય તે વાતનો ખાર રાખીને તેમની દુકાને આવીને તેને ગાળો આપીને લોખંડના પાઇપ, લાકડાના ધોકા જેવા હથીયારોથી માર માર્યો હતો.જેથી ચંદુભાઇને પીઠ, બન્ને પગે તથા બન્ને હાથે મુંઢ ઇજાઓ થયેલ હતી અને ડાબા પગે ઢીચણથી નીચેના ભાગે ફેકચર થયેલ તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અગાઉ પોલીસે કિશન ભવાન ભરવાડ, ગોપાલ ભવાન ભરવાડ, સંજય ભવાન ભરવાડ, અને વાલજી ઉર્ફે વિપુલ ભવાન ભરવાડની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ખેંગાર મંગાભાઇ વહેરા જાતે ભરવાડ (૪૫), કનૈયા રમેશભાઈ ગમારા (૨૨) બંને રહે. જૂની કુબેટ ટીકીઝ પાછળ શોભેશ્વર રોડ અને અજય ભૂપતભાઇ બાંભવા (૨૨) રહે. નજર બાગ ફિલ્ટર હાઉસ પાસે વાળાની ધરપકડ કરેલ છે
