ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે જાહેર રસ્તો બંધ થતાં તાલુકા પંચાયત સામે લોકોએ નાખ્યા ધામા !


SHARE

















મોરબીના ટીંબડી ગામે જાહેર રસ્તો બંધ થતાં તાલુકા પંચાયત સામે લોકોએ નાખ્યા ધામા !

મોરબી જિલ્લામાં ઘણા દબાણો ખડકાયેલા છે અને મોરબીના સીટી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સોસાયટી વિસ્તારોમાં આવવા જવા માટેના રસ્તા ઘણી જગ્યાએ બંધ કરી દેવામાં આવેલ છે તો પણ પાલિકાના જવાબદાર ચીફ ઓફિસર, જિલ્લા કે તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ મામલતદાર અને કલેક્ટર સહિતના દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તે હક્કિત છે દરમ્યાન ટીંબડી ગામના લોકો દ્વારા મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ટીંબડીમાં જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તેને ખોલવાની માંગ કરવામાં આવી છે જેની સામે હાલમાં અધિકારીઓએ તરફથી દબાણને દૂર કરવા માટેની આશ્વાસન આપવામાં આવ્યું છે જો કે, કામ કયારે થશે તે તો સમય જ બતાવશે

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના રહેવાસી ગોકળભાઈ મોહનભાઈ કોળી સહિતના લોકો દ્વારા પોતાના સહી અને અંગૂઠા સાથે આવેદનપત્ર તૈયાર કરીને મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે આપવામાં આવેલ છે અને અગાઉ આવી જ રીતે ગામના સરપંચ અને તલાટી મંત્રી સહિતનાઓની રજૂઆત કરવામાં આવેલી હતી જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી ટીંબડી ગામે જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને દબાણ કરવામાં આવેલું છે તે દબાણ કરનારાઓને છાવરવામાં આવતા હોય અને તેમના વિરુદ્ધ પગલાં લેવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે

ગોકળભાઈ કોળી દ્વારા જણાવવામાં આવેલું છે કે, ટીંબડી ગામે રહે છે અને તેઓના ઘર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એક તરફ તળાવ આવેલું છે બીજી તરફ ભરડિયો આવેલો છે જેથી તેના ઘર બાજુ જવાનો રસ્તો બધ કરવામાં આવેલ છે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ કરવાની તેને ફરજ પડી છે અને રજૂઆતમાં જણાવ્યા મુજબ ગોવિંદભાઈ મેઘાભાઈ પરમાર અને પંચાયતના જ સદસ્યા ગોદાવરીબેન ગોરધનભાઈ કોળી દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો પણ જવાબદાર અધિકારી આ દબાણ સામે આંખ આડા કાન કરી રહ્યા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને દબાણ દૂર કરવાની છે જેની જવાબદારી છે તે પંચાયત સદસ્ય દ્વારા જ દબાણ કરવામાં આવેલ હોય તલાટીમંત્રી સહિતનો દ્વારા કોઈ પગલા ભરવામાં આવતાં નથી આથી લોકો હેરાન છે હાલમાં તાલુકા પંચાયત ખાતે તલાટિ મંત્રી તરફથી દબાણને દૂર કરવા માટેની આશ્વાસન આપવામાં આવ્યું છે જો કે, કામ કયારે થશે તે પ્રશ્ન છે




Latest News