મોરબીમાં નણંદને માર મારવાના બનાવમાં ભાભી સાથે આવેલા વધુ બે આરોપીઓની ધરપકડ
મોરબીના ટીંબડી નજીક કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા એકને સારવારમાં ખસેડાયા
SHARE









મોરબીના ટીંબડી નજીક કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા એકને સારવારમાં ખસેડાયા
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીમલી ગામ પાસે રિક્ષા લઈને જતા આધેડની રીક્ષા સાથે કાર અથડાતા ગવાયેલ આજે અને હાલમાં સારવારમાં ખસેડાયા હતા.
વાહન અકસ્માતના ઉપરોક્ત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડી નજીક આવેલ વરીયાનગર શેરી નંબર-૮ માં રહેતા અને રિક્ષા ચલાવવાનું કામકાજ કરતા બેચરભાઈ જગજીવનભાઈ ચાંઉ નામના ૬૨ વર્ષીય આધેડ રિક્ષા લઈને માળીયા હાઈવે ઉપરથી ટીંબડી ગામના પાટિયા પાસેથી જતા હતા.ત્યારે તેઓની રિક્ષાને અજાણ્યા કારચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બેચરભાઈ ચાંઉ નામના આધેડને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી બનાવ અંગે જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા અકસ્માત બનાવવાની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
બાળકી સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ઉપરના ભીમસર વિસ્તારમાં રહેતી આશા રમેશભાઈ મોરલીયા નામની ૯ વર્ષીય બાળકી તેના ઘેર પાણીની મોટર બંધ કરવા જતા સમયે ઈલેક્ટ્રીક સોટ લાગતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા પાછળ અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગર વિસ્તારમાં રહેતા કિશન રામજીભાઈ ખંડારિયા નામના ૨૫ વર્ષીય યુવાનને તેના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધા સારવારમાં
મોરબીના નગર દરવાજા પાસેની દરિયાપીર શેરીમાં આવેલ મેમણ કોલોનીમાં રહેતા હવાબેન અબુભાઈ ડોસાણી નામના ૮૪ વર્ષીય વૃદ્ધા પોતાના પુત્રના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં સામાકાંઠે તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર રહેતા અમરશીભાઈ પોપટભાઈ પનારા રાજકોટ રોડ ઉપરથી જતા હતા ત્યાં અજંતા ક્લોક પાસે કાર ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી અમરશીભાઈ પનારાને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.
