મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળીયા (મી)માં પ્રાથમિક સુવિધા માટે સામાજિક કાર્યકર દ્વારા આંદોલન


SHARE









મોરબી જિલ્લાના માળીયા (મી)માં પ્રાથમિક સુવિધા માટે સામાજિક કાર્યકર દ્વારા આંદોલન

મોરબી જિલ્લો આમ તો સમૃદ્ધ જિલ્લો ગણવામાં આવે છે જો કે, આ જીલ્લામાં આવતા માળીયા મિયાણા તાલુકામાં આજની તારીખે પણ લોકોને  સારી પ્રાથમિક સુવિધો મળી રહી નથી જેથી કરીને લોકોને સારી સુવિધા મળે તે માટે માળીયા મિયાણા તાલુકાને વિકસિત બનાવવા સામાજિક કાર્યકરે આંદોલન શરૂ કર્યું છે

વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો તે પહેલા માળીયામાં બસ સ્ટેન્ડ હતું જો કે, ત્યારે પડી ગયા પછી તેને બનાવવામાં આવ્યું જ નથી અને આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી કચેરી, પશુ દવાખાનું, મામલતદાર કચેરીનું નવ નિર્માણ, વાંઢ વિસ્તારમાં વીજ કનેક્શનો આપવા, માળીયાની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક સહિતની ખાલી જગ્યા ભરવા, હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હાલતમાં હોય રીનોવેશન કરવા, માળિયામાં ફરીથી એસએસસી બોર્ડનું પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે, માળીયામાં સ્ટેટ હાઇવેને જોડતા માર્ગો બિસ્માર, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખરાબ માર્ગોની હાલત સુધારવા સહિતના મુદાઓને ધ્યાને લઈને લોકોને સારી પ્રાથમિક સુવિધા મળે તે માટે સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈએ આંદોલન શરૂ કરેલ છે અત્રે ઉકેખનીય છે કે, અગાઉ તેઓએ સ્થાનિક અધિકારીથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરેલ છે પરંતુ કોઈ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને આંદોલન કરવામાં આવ્યું છે 




Latest News