હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વઘાસીયા પાસે ડમ્પર ચાલકેસ્કુટરને હડફેટે લેતા યુવાનનું મોત : ફરિયાદ નોંધાઇ


SHARE

















મોરબીના વઘાસીયા પાસે ડમ્પર ચાલકેસ્કુટરને હડફેટે લેતા યુવાનનું મોત : ફરિયાદ નોંધાઇ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબીના વાંકાનેરમાં સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ડમ્પર ચાલકે જુપીટર સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ અકસ્માતમાં હાલ મોરબીના મકનસર ગામે રબેતા અને મૂળ ઉત્તરપ્રદેશના આહીર યુવાનનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી કમકમાટીભર્યું મોત નીપજયું હતું.બનાવ સંદર્ભે મૃતકના નાના ભાઇ દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

વાંકાનેર સીટી પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે મીટ્ટીકુલ કારખાના નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૩૧૪૫ ના ચાલકે આગળ જતાં જયુપીટર સ્કુટર નંબર જીજે ૩૬ એબી ૧૩૯૦ ને હડફેટે લેતા તેમા સવાર અને બીએસએનએલની ઓફિસે જઇ રહેલા સુરેન્દ્રસિંગ વિક્રમસિંગ યાદવ જાતે આહીર નામના ૪૮ વર્ષીય મૂળ રહે.બારા ગામ તા.જમનીયા જી.ગાજીપુર ઉત્તરપ્રદેશ હાલ રહે.મકનસર ગોકુળનગર નકલંકપાર્ક સોસાયટી તા.જી.મોરબી વાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી માથાના ભાગે થયેલ હેમરેજ જેવી ગંભીર ઈજાઓ અને ડાબા પગના સાથળના ભાગે અને હાથના ભાગે થયેલી ઇજાઓથી સુરેન્દ્રસિંગ યાદવ નામના મૂળ ઉતરપ્રદેશના આહીર યુવાનનું મોત નીપજયું હતું.હાલમાં મૃતકના નાનાભાઈ સુરેશ વિક્રમસિંગ યાદવ જાતે આહીર (૪૫) હાલ રહે.મકનસર મોરબી મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળાએ ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૩૧૪૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા હાલમાં વાંકાનેર સીટી પીઆઇ એન.એ.વસાવા દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે જિલ્લામાં બેફામ ગતિએ ભારે વાહનો દોડી રહ્યા છે જેને લગામ લગાવવામાં ક્યાંકને ક્યાંક પોલીસ તંત્ર અને ખાસ કરીને જિલ્લા ટ્રાફિક પોલીસ ઉણું ઉતરતુ હોય છાશવારે આવા ગોઝારા અકસ્માતના બનાવો બની રહ્યા છે.જેમાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય તેવું જોવા મળે છે.

સગીરા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન તાલુકાના અમરાપર ગામની રહેવાસી કાજલબેન કુકાભાઈ ચાવડા નામની ૧૬ વર્ષીય સગીરાએ તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News