મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી સરકારે ૮ વર્ષ પૂર્ણ થતાં મોરબી જીલ્લામાં સેવા અને સુશાસનની કરાશે ઉજવણી: દુર્લભજીભાઈ દેથરિયા


SHARE









વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી સરકારે ૮ વર્ષ પૂર્ણ થતાં મોરબી જીલ્લામાં સેવા અને સુશાસનની કરાશે ઉજવણી: દુર્લભજીભાઈ દેથરિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારે ૮ વર્ષ પૂર્ણ કરતા સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત મોરબી જીલ્લામાં આગામી ૧૦ દિવસ સુધી વિવિધ કાર્યકમ યોજીને તેની ઉજવણી કરવામાં આવશે તેની મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ભારતમાં તેમજ મોરબી જીલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં જિલ્લા ભાજપ અને તેના વિવિધ મોરચા દ્વારા ૫ જુનથી ૧૫ જૂન સુધી ૮ વર્ષ વડાપ્રધાનના સુશાસન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવા જઇ રહ્યાં છે. જેની માહિતી આપવા માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ નિકુંજભાઈ કોટક દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યુ હતું કે, ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રઢ નિર્ધાર અને પ્રમાણિક પ્રયાસોના પરિણામે આજે ગ્રામીણ, શહેરી, મહિલાઓ, વંચિતો, ખેડૂતો, યુવાનો અને સમાજના દરેક વર્ગના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અને નિર્ણાયક સરકારના કારણે "આત્મ નિર્ભર ભારત" સમગ્ર વિશ્વમાં એક આગવા અને અસરકારક બળ તરીકે ઉભરી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ સંકલ્પ શક્તિ અને લોકોનો તેમના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને સ્નેહના પરિણામે જ "આત્મનિર્ભર ભારત", "વોકલ ફોર લોકલ", "સ્વચ્છ ભારત અભિયાન", "હર-ઘર શૌચાલય" અને "ફિટ ઇન્ડિયા" જેવા અભિયાન જન આંદોલન બની ચૂક્યા છે.

મોરબી જીલ્લામાં પ્રદેશ ભાજપાની યોજના મુજબ ૭૫ કલાક દરેક કાર્યકર્તા સંપર્ક અંતર્ગત તા. ૫ થી ૧૫ જૂન દરમ્યાન જિલ્લામાં જુદાજુદા કાર્યક્રમ યોજાશે જેમાં ૫ જૂનના રોજ પર્યાવરણ દિન, ૬ જૂનના રોજ મહિલા મોરચા દ્વારા પ્રત્યેક સ્વ સહાય જૂથ અને મહિલાઓનો સંપર્ક, ૭ જૂનના રોજ અનું. જાતિ મોરચા દ્વારા યુવાઓની મીટીંગ, ૮ જૂનના રોજ અનુ. જન જાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક ખાટલા બેઠકો, ૯ જૂનના રોજ ઓબીસી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક અને ખાટલા બેઠક, ૧૦ જૂનના રોજ ભાજપાના વિવિધ સેલ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે બેઠકો, ૧૧ જૂનના રોજ ગરીબોનો સંપર્ક, ૧૨ જૂનના રોજ લાભાર્થી અને નવા મતદારોનો સંપર્ક, ૧૩ જૂનના રોજ ભાજપા ડોકટર સેલ દ્વારા કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ, ૧૪ જૂનના રોજ યુવા મોરચા દ્વારા બાઇક રેલી અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રભાત ફેરી અને ૧૫ જૂનના રોજ બાકી રહેતા સામેલન પૂરા કરવામાં આવશે તેવું આ કાર્યક્રમના ઇન્ચાર્જ નિકુંજભાઈ કોટકે જણાવ્યુ છે




Latest News