હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

નર્મદાની કેનાલોને જોઈને રાતપાણીએ રોતા ખેડૂતો !: મોરબી જીલ્લાના ધરતીપુત્રોમાં શરૂ થયો ગણગણાટ !  


SHARE

















નર્મદાની કેનાલોને જોઈને રાતપાણીએ રોતા ખેડૂતો !: મોરબી જીલ્લાના ધરતીપુત્રોમાં શરૂ થયો ગણગણાટ !  

કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તેના ગણતરીના દિવસોમાં જ કેન્દ્ર સરકારે નર્મદા ડેમ ઉપર પાટિયા મૂકવાની મંજૂરી આપી હતી જેથી કરીને તાત્કાલિક તે કામ કરવામાં આવ્યું હતું અને આજ દિન સુધી તે કામગીરીના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુણગાન ગાવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબી જિલ્લાના ખેડૂતોમાં હાલમાં એક જ મુદાની ચર્ચા ગામોગામ થાય છે કે, નર્મદા ડેમમાં પાટિયા ચડિયા ન હતા ત્યારે અહીના ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાની કેનલોમાંથી પાણી આપવામાં આવતું હતું અને હાલમાં કેનાલ કોરી કટ પડી છે !” જેથી કરીને અહીના ખેડૂતોને પાટિયા ચડવાથી ફાયદા કરતાં નુકશાન વધુ થયું છે અને હવે ખેડૂતોના હિત માટે સરકાર સામે બાથ ભીડે તેવા નેતા પણ મોરબી જીલ્લામાં રહ્યા નથી ?

છેવાડાના ગામના ખેડૂતોને પણ સીંચાઈના પાણીનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની કેનાલો કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાના ખર્ચે પાથરવામાં આવી છે અને તેના મારફતે ખેડૂતોને ઉનાળાના છેલ્લા દિવસોમાં ચોમાસનું આગોતરું વાવેતર કરવા માટે પાણી આપવામાં આવે છે જેથી કરીને ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ ખેડૂતોના ખેતરોમાં લીલીચાદર જોવા મળતી હોય છે જો કે, મોરબી જીલ્લામાં ખેડૂતોના ખેતરો સુધી ચાલુ વર્ષે સિંચાઇ માટેનું પાણી પહોચ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળીયા, મોરબી અને ધ્રાંગધ્રા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોમાં છેલ્લા ઘણા દિવસોથી કેનાલ કોરી કટ હોવાથી ગણગણાટ શરૂ થઈ ગયો છે અને અગાઉની જેમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે પછી જ ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે

મોરબી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે સિચાઈનું પાણી મળી અત્યારે આપવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે નહીં તો વરસાદ પછી જો વાવણી કરવામાં આવે તો મોટાભાગના ખેડૂતોના બિયારણ અને ખાતરના ખર્ચા માથે પડે તેવી શ્ક્યતા છે મોરબી જીલ્લામાં હાલમાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જે ત્રણેય કેનાલ અત્યારે જ્યારે ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે ખાલી પડી છે અને જો આગોતરા વાવેતર પાણી કેનાલમાંથી પાણી ન મળે તો ચોમાસુ પાક લેવો ખેડૂતો માટે મુશ્કેલ બની રહેશે કેમ કે, પહેલા વરસાદ પછી સામાન્ય રીતે વાવણી કરવામાં આવે છે અને બાદમાં વધુ કે ઓછો વરસાદ થાય તો ખેડૂતોની મહેનત અને ખર્ચા માથે પડે છે અને તેઓ દેણના ડુંગર નીચે દબાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબી જીલ્લાના ખેડૂતોમાં કરવામાં આવતા ગણગણાટ મુજબ નર્મદાની જે ત્રણ કેનાલ આવે છે તેમની માળિયા કેનાલમાં કાર્યરત કરવામાં આવી ત્યારથી લઈને આટયર સુધીમાં મોટાભાગે ક્યારે પણ બંધ કરવામાં આવી નથી તે હક્કિત છે અને જયારે પણ બંધ કરવામાં આવી હોય ત્યારે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે એટ્લે ગણતરીના દિવસોમાં કેનાલના છેવાડાના ગામ સુધી અધિકારીઓએ દ્વારા પાણી પહોચડવામાં આવ્યું છે અને નર્મદાની મચ્છુ કેનાલ તેમજ ધ્રાંગધ્રા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને પાણી મોટાભાગે કેનાલમાંથી પાણી મળ્યું છે

જો કે, નર્મદા ડેમમાં અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે પાટિયા ચડિયા ન હતા અને ગુજરાતની સાથે અન્ય કરવામાં આવી રહયો હતો તેવું ભાજપની સરકારના તે સમયના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા જો કે, તેને કેન્દ્રમાં સત્તા સાંભળીને ગણતરીના દિવસોમાં નર્મદા ડેમે પાટિયા ચડાવવા માટેની મંજૂરી આપી હતી અને પાટિયા ચડિ પણ ગયા છે તો ડેમમાં પાણીની ક્ષમતા વધી હોય તો પછી કેનાલમાં પાણી કેમ આપવામાં આવતું નથી તે સો મણનો સવાલ છે અને હાલમાં કેનાલ કોરી કટ છે જેથી કરીને ખેડુતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકશે નહિ માટે નર્મદા ડેમમાં પાટિયા ફિટ કરવામાં આવ્યા પછી પણ કેનાલમાં પાણી આવતું નથી તો પણ અહીના કોઈ નેતા તે મુદે બોલતા પણ નથી જેથી કરીને હવે ખેડૂતોનું હિત વિચારે અને તેના હિત માટે લડાયક બને તેવા કોઈ નેતા મોરબી જીલ્લામાં નહીં રહ્યા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે




Latest News