હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE

















મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના પાનેલીથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનને તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હોવાથી તેને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વરથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવતા રાણા ભુવાની મેલડી માતાજીના મંદિર પાસે રાહુલ પ્રવીણભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૧૮) નામના યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના પિતા પ્રવિણભાઈ નાગજીભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયા આ બનાવની તપસ કરી રહયા છે અને તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનને ગઈકાલે તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તે સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને માતાજીના મંદિર પાસે ઝાડ સાથે પ્લાસ્ટીકની નળી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News