મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં લેબર કવાર્ટરની સીડી ઉપર ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત
SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં લેબર કવાર્ટરની સીડી ઉપર ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરની સીડી ચડતા સમયે ચક્કર આવવાથી નીચે પડી ગયેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળનાં રહેવાશી અને હાલમાં મોરબી જિલ્લામાં ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ ડોનાટો સિરમિકમાં મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કવાર્ટરની અંદર રહેતા સનાતનભાઈ મોહનભાઈ માહાલી જાતે આદિવાસી (ઉંમર ૪૦) પોતાના દીકરા અનિલને તાવ આવતો હોય તેની દવા લઈને ગઈકાલે બપોરના સમયે પોતાના લેબર કવાર્ટર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે લેબર કવાર્ટરની સીડી ચડતા સમયે સીડી ઉપર ચક્કર આવવાના કારણે તે પડી ગયા હતા અને નીચે પડ્યા હતા માટે તેને માથાના ભાગે પાછળ ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન સનાતનભાઈનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મૃતક યુવાનના પત્ની સુનિયાબેન સનાતનભાઈ માહાલી જાતે આદિવાસી (ઉંમર ૩૬)એ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
