મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં લેબર કવાર્ટરની સીડી ઉપર ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત
મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી
SHARE









મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી
આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લાનું પરિણામ આ વર્ષે ૮૯.૨૦ આવ્યું છે જો કે જીલ્લાના ૫૩૭૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી એ-વન ગ્રેડમાં ૪૮ વિદ્યાર્થીઓ આવ્યા છે
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૮૯.૨૦ આવ્યું છે અને આ વર્ષે ૫૩૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા જેમાંથી ૪૯૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે અને તે પૈકીના માત્ર ૪૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે જો કે, એ-ટુ ગ્રેડમાં ૫૫૨, બી-વન ગ્રેડમાં ૧૧૪૫, બી-ટુ ગ્રેડમાં ૧૪૩૦, સી-વનમાં ૧૧૮૦ એન સી-ટુમાં ૪૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે
