મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી
મોરબીમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ
મોરબી શહેરના શાકમાર્કેટ ચોકમાં પોતાના મિત્રની રિક્ષામાં યુવાન બેસતા ત્યાં રહેલા બે શખ્સોને તે સારું નહીં લાગતાં તે ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી યુવાન તથા રીક્ષા ચાલકને બેફામ ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સાથે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા હિતેશભાઈ ઇશ્વરભાઇ સોલંકી (ઉમર ૨૫) મોરબીના શાક માર્કેટ ચોક પાસે આવેલી યદુનંદન ગેઇટ પાસે પોતાના મિત્ર રમેશભાઈ ગણેશભાઈ ઝિંઝુવાડીયાની રીક્ષામાં થોડા દિવસો પહેલા બેઠા હતા જે આરોપી ઋષિભાઈ ઘોઘુભાઇ ઝાલા અને ભરતભાઇ રમેશભાઇ ગઢવીને સારું નહીં લાગતા આ બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદ યુવાનો હિતેશભાઈ તથા રિક્ષાચાલક રમેશભાઈને ગાળો આપી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી હિતેશભાઈ સોલંકીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઋષિભાઈ ઝાલા અને ભરતભાઈ ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ઋષિભાઈ ઘોઘુભાઇ ઝાલા (૨૧) અને ભરતભાઇ રમેશભાઇ ગઢવી (૨૧) રહે. બંને લીલપર રોડ ખડિયાવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે
ઝેરી દવા પીધી
ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા સબીરભાઈ સલીમભાઈ કેર (ઉંમર ૨૨) નામનો યુવાન પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ બે માસ પહેલા યુવાનના લગ્ન થયા હતા અને તેને ઝેરી દવા પીધી હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે જો કે, ક્યાં કારણસર તેને ઝેરી દવા પીધી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
મારામારીમાં ઇજા
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે આવેલ ૨૫ વારિયામાં બે દંપતી વચ્ચે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હર્ષ રાજેશભાઈ ચૌહાણ જાતે દરજી (ઉંમર ૨૮) નામના યુવાનને માથાના ભાગે ધક્કો વાગવાથી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તો સામા પક્ષે સુમનબેન રાજુભાઈ ભંભાણી (ઉમર ૩૮) ને ઈજા થઈ હોવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવેલ છે
