મોરબીમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ
મોરબીના ઘૂંટુ ગામે મામાના ઘરે આવેલા સાત વર્ષીય ભાણેજનું અપહરણ
SHARE









મોરબીના ઘૂંટુ ગામે મામાના ઘરે આવેલા સાત વર્ષીય ભાણેજનું અપહરણ
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘૂંટુ ગામે રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો અને ભાણેજ પોતાના નાનાની સાથે દુકાને વસ્તુ લેવા ગયો હતો અને કોઈ કામ સબબ નાના તેના ભાણેજને દુકાને બેસાડીને ઘરે ગયા હતા અને બાળક દુકાને બેઠો હતો દરમિયાન દુકાનદાર સાત વર્ષીય બાળકનું કોઈ કારણોસર અપહરણ કરી ગયેલ છે જેની શોધખોળ કરવા છતાં બાળકનો કે દુકાનદારનો પતો ન લાગતા અંતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલા બાળકના મામાએ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બાળકને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ માળીયા(મિં.) તાલુકાના નાની બરાર ગામના રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા જાતે પટેલ નામના ૩૩ વર્ષીય યુવાને તેની સોસાયટીની બાજુમાં આવેલી હરિઓમ સોસાયટીમાં બાલાજી પાન નામે દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા જાતે પટેલ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદીના ભાણેજ પર્વના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના મોટા બહેનનો દીકરો પર્વ ભાવેશભાઈ વિડજા નામનો સાત વર્ષીય બાળક (રહે.જુના ઘાંટીલા માળીયા મીંયાણા) પોતાના ઘરે આવ્યો હતો જેથી કરીને તેમના પિતા ભાણેજ પર્વને લઇને બાજુની સોસાયટીમાં આવેલ બાલાજી પાન વાળા રાજેશભાઈ ચંદુભાઇની દુકાને ગયા હતા દરમિયાન ઘરેથી ફોન આવતા ફરિયાદીના પિતા શામજીભાઇ ભાણેજ પર્વને દુકાને બેસાડીને ઘરે ગયા હતા હતા અને પરત દુકાને જઇને જોતા હતા ત્યાં દુકાન બંધ હતી અને ભાણેજ પર્વ પણ ત્યાં ન હતો જેથી દુકાનવાળા રાજેશભાઈના પત્નીને આ અંગે પુછતા તેને જણાવ્યું હતું કે તેના પતિ રાજેશભાઈ કપડા સીવડાવવા માટે ગયા છે અને પર્વને સાથે લઈ ગયા છે જોકે લાંબા સમય સુધી રાજેશભાઈ કે પર્વનો કોઈ પત્તો ન લગતા શામજીભાઈએ તેના દીકરા રાજેશભાઈને આ બનાવની જાણ કરી હતી અને જેથી કરીને યુવાને તેના ભાણેજને શોધવા માટે પ્રયત્ન કર્યો હતો પણ ભાણેજ કે દુકાનદાર ન મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ તેના ભાણેજનું અપહરણ કરવામાં આવ્યું હોવાની દુકાનદાર રાજેશ ચંદુ જાગોદરા સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે બાળકને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી અમિત કૈલાશભાઈ સેરશિયા (૧૭) અને તેમની માતા ચંદ્રિકાબેન કૈલાશભાઈ સેરશિયા (૪૬)ને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યારે માળીયા મીયાણામાં રેલવે સ્ટેશન પાસે રહેતા સલમાન ઓસમાણભાઈ માણેક (૨૧) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કેરોસીન પી લેતાં તેને શહેરની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ. બોરાણા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
