મોરબીના ઘૂંટુ ગામે મામાના ઘરે આવેલા સાત વર્ષીય ભાણેજનું અપહરણ
માળીયા નજીક આંગડીયા પેઢીના કર્મચારીનો ૬૨.૫૦ લાખ ભરેલો થેલો ઉપાડી તસ્કર છનનન
SHARE









માળીયા નજીક આંગડીયા પેઢીના કર્મચારીનો ૬૨.૫૦ લાખ ભરેલો થેલો ઉપાડી તસ્કર છનનન
મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી હળવદ પંથકમાં એક સપ્તાહમાં દશ જેટલી નાની મોટી ચોરીઓ પણ નોંધાઈ છે દરમિયાનમાં આજે સવારે મોરબીના માળિયા મિંયાણામાં હાઈવે ઉપર આવેલી હોટલ પાસે ઊભેલી બસમાંથી રાપર(ભુજ)ની આંગડીયા પેઢીનો કર્મચારી તેનો થૈલો સીટ ઉપર મૂકીને બાથરૂમ જવા માટે બસની નિચે ઉતરતાં પાછળથી રૂપિયા ૬૨.૫૦ લાખ ભરેલ થેલો અજાણ્યો ઇસમ ઉપાડીને છનન થઇ જતાં જીલ્લાભરમાં સનસનાટી મચી ગયેલ છે અને હાલ જિલ્લાભરમાં નાકાબંધી કરાવીને પોલીસે તસ્કરને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.
માળીયા પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને આંગડીયા પેઢીનું કામકાજ કરતા મહાદેવ રામભાઈ વાઘમારે (ઉમર ૪૩) આજે સવારે રાપરથી રાપર-મોરબી-રાજકોટ બસમાં બેસીને મોરબી આવતા હતા.તે દરમિયાનમાં બસ માળીયા(મિં.) નજીક હાઇવે ઉપર આવેલ માધવ હોટલે સ્ટોપ હોવાથી ત્યાં ઉભી રહેતા સૌ મુસાફરોની સાથે તેઓ પણ બાથરૂમ કરવા માટે બસની નીચે ઉતર્યા હતા.ત્યારે તેઓએ તેમનોનો કાળા કલરનો થેલો બસની સીટ ઉપર મુકયો હતો અને તે થૈલામાં રોકડા રૂા.૬૨.૫૦ લાખ હતા.આ રોકડ રકમ ભરેલો થૈલો લઇને કોઇ અજાણ્યો ઇસમ ફરાર ગયો હતો.ચોરી થયેલા થેલામાં રૂા.૬૨.૫૦ લાખની રોકડ રકમ રાખેલ હોય અને અધધ રકમ ભરેલ થેલો ચોરી થઇ જતા બસને સવારે સીધી જ માળીયા પોલીસ મથકે લઇ જવામાં આવી હતી. માળિયા પોલીસે બનાવ અંગે જીલ્લા કંન્ટ્રોલમા જાણ કરી નાકાબંધી કરાવીને આગળની વધુ તપાસ શરૂ કરી છે.
અત્રે નોંધનીય છે કે જિલ્લામાં અનેક ગોજારા અકસ્માતો બની રહ્યા છે જેમાં લોકો નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.આવા ગોઝારા અકસ્માતોના બનવોને અટકવવા માટે જિલ્લા ટ્રાફીક પોલીસ કે એસપી કક્ષાએથી અસરકારક પગલા લેવાશે ખરા..? લોકોના જાનની જેમ જીલ્લામાં સલામતી નથી તે રીતે જ લોકોની માલમતાની પણ હવે જિલ્લામાં સલામતી નથી રહી અને તે વાતની પ્રતિતિ તે બાબત ઉપરથી જ થઈ જાય છે કે હળવદમાં સમયાંતરે છેલ્લા દસ દિવસમાં ૧૦ થી વધુ લાખોની કિંમતની ચોરી થઈ છે અને તેનો ભેદ ઉકેલવામાં હાલ જિલ્લા પોલીસ અને ખાસ કરીને એલસીબી-એસઓજી તેમજ સ્થાનીક પોલીસ સહિતની બ્રાન્ચો વામણી પૂરવાર થઇ રહી છે. દરમિયાનમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના માળીયા હાઈવે ઉપરથી રૂપિયા ૬૨.૫૦ લાખ જેવી માતબર રકમ ભરેલ આંગડીયા પેઢીના થૈલાની ચોરી થઈ છે જે તે બાબતની પ્રતીતિ કરાવે છે કે જિલ્લામાં પોલીસ તંત્ર ક્યાંકને કયાંક સિથિલ બની ગયું છે અને જેનો ભોગ લોકો બની રહ્યા છે માટે પોલીસે કમર કસીને આવા ચોર-લૂંટારૂ ઇસમોને ઝેર કરવા જોઇએ તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.
