હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી પહેલા ટંકારામાં બની જશે આધુનિક સ્મારક: આચાર્ય દેવવ્રતજી


SHARE

















સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી પહેલા ટંકારામાં બની જશે આધુનિક સ્મારક: આચાર્ય દેવવ્રતજી

દેશ અને દુનિયામાં વૈચારિક ક્રાંતિનું સર્જન કરનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ એટલે કે મોરબી જિલ્લાના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક બનાવવામાં આવશે જેના માટે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને તેઓએ આગામી વર્ષ ૨૦૨૪માં દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી ઉજવશે તે પહેલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશ અને દુનિયા માટે ન માત્ર આકર્ષણનું કેન્દ્ર પરંતુ વૈચારિક ક્રાંતિનું કેન્દ્ર આ સ્મારક બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

વર્ષ ૧૯૨૪ માં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો જેથી કરીને તેમના જન્મ સ્થાનેથી સમગ્ર દેશ અને દુનિયાને નવી ઊર્જા અને નવી ક્રાંતિ મળે તે પ્રકારની ભાવના સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા દયાનંદ સરસ્વતી સ્મારક બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ૧૫ એકર જમીન ઉપર આ સ્મારકનું નિર્માણ થવાનું છે તેનું આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ તકે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના પ્રમુખ પૂનમ સુરીએ જણાવ્યું હતું કે, અંદાજે દોઢસો કરોડથી વધુના ખર્ચે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતી સ્મારક બનાવવામાં આવશે જે એના માટેનું કામ આજે ભૂમિ પૂજનની સાથે જ શરૂ કરી દેવામાં આવશે

તો કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સંબોધતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતના હરિયાણા અને ઉત્તરભારતમાં એક એક ગામમાં લોકો સ્વામી દયાનંદ સરસ્વતી સાથે જોડાયેલ છે અને જે તે સમયે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા અંધ વિશ્વાસને દૂર કરવા માટે અને સમાજને એક કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી તે આજે પણ લોકો માટે પ્રેરણરૂપ છે અને નારીને સન્માન, રાષ્ટ્રને ગૌરવ સહિતની મહાન કામગીરી સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી છે ત્યારે તેના વિચારોને આજે દેશ અને દુનિયામાં લોકો અનુસરી રહ્યા છે અને ગામોગામ આર્ય સમાજના લોકો રહે છે તેઓને જોડવા માટેનું કામ સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્મારક કરશે

આગામી દિવસોમાં ૧૫ એકર જમીન ઉપરભારતમાં કયાય નથી તેવું આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવનારી પેઢીઓને પણ પ્રેરણા મળે તેવું સ્મારક બનાવવામાં આવશે વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે લોકોને જોડવામાં આવે છે તેવી જ રીતે આ સ્મારકની સાથે આર્ય સમાજના લોકો સહિત તમામને જોડવામાં આવશે અને ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્મારક બને તેના માટેની પ્રેરણા તેઓને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળી હતી જેથી કરીને આગામી વર્ષ ૨૦૨૪ માં સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી ઉજવાશે ત્યારે આ સ્મારકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી




Latest News