સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી પહેલા ટંકારામાં બની જશે આધુનિક સ્મારક: આચાર્ય દેવવ્રતજી
માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૪૯ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ પકડાયો
SHARE









માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૪૯ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ પકડાયો
માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરતાં તે કાર માંથી ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૪૯ બોટલ દારૂ તેમજ કાર સહિતનો ૩.૭૯ લાખના મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના શામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને સંયુકત રીતે બાતમી મળેલ કે, “ એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટકાર નંબર જીજે ૨૧ એક્યૂ ૯૪૯૧ માં દારૂનો જથ્થો લઈને કચ્છથી માળીયા તરફ આવે છે જેથી ત્યાં વોચ રાખવામા આવી હતી ત્યારે કાર નીકળતા તેને રોકીને ચેક કરી હતી ત્યારે કારમાંથી જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૨૪૯ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ૩,૭૯,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી કિરણભાઇ ભલાભાઇ સોલંકી જાતે રાજપુત (૨૧) રહે. જેતડા તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા વાળની ધરપકડ કરેલ છે અને હવાભાઇ મોનાભાઇ સોલંકી રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠાને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી કરનાર પીએસઆઈ બી.ડી.જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા, જીગ્નેશભાઇ લાંબા અને ભગીરથસિંહ ઝાલા તથા દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
