માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૪૯ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ પકડાયો
મોરબીના ઘૂટું પાસેથી બાળકનું અપહરણ કરનારા આરોપીના કેવી રીતે પોલીસને હાથ લાગ્યો ?
SHARE









મોરબીના ઘૂટું પાસેથી બાળકનું અપહરણ કરનારા આરોપીના કેવી રીતે પોલીસને હાથ લાગ્યો ?
મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો અને ભાણેજ પોતાના નાનાની સાથે તેના ઘર પાસે આવેલ દુકાને ગયો હતો ત્યાર બાદ નાના ઘરે આવ્યા હતા અને ભાણેજ દુકાને હતો જેનું દુકાનદાર દ્વારા શુક્રવારે સાંજે અપહરણ કર્યુ હતુ અને જે શખ્સ બાળકનું અપહરણ કરીને લઈ ગયો હતો તેની પાસે રૂપિયા પૂરા થઈ જતાં તેને તેની પાસે રહેલા એટિયાએમ કાર્ડનો ઉપયોગ કરતાં તેનું લોકેશન જામનગરમાં મળ્યું હોવાથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને આરોપીને દબોચી લીધો હતો અને આ બનાવમાં બાળક હેમખેમ મળી આવતા પરિવારજનો તેમજ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને હાલમાં આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે
મોરબીના ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા જાતે પટેલ (૩૩)એ ત્યાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને બાલાજી પાન નામે ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા જાતે પટેલ સામે તેના ભાણેજનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદ નોંધાવી હતી જે પર્વનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની માતા તુલ્પાબેન ભાવેશ વિડ્જાની માતાનું એટ્લે કે પર્વના નાનીનું આંખનું ઓપરેશન કરાવ્યુ હતું જેથી કરીને છેલ્લા ૨૦ દિવસથી તુલ્પાબેન તેના બંને સંતાનોની સાથે તેની માતાના ઘરે ઉમા રેસિડેન્સીમાં આવ્યા હતા દરમ્યાન તેના પર્વના નાના તેને લઇને બાલાજી પાન વાળા રાજેશભાઈ ચંદુભાઇની દુકાને ગયા હતા અને ત્યાથી તે નોકરીએ જવા માટે ઘરે આવ્યા ત્યારે પર્વએ દુકાને રહેવાનુ કહ્યું હતું માટે ત્યાં મૂકીને આવ્યા હતા પછી દુકાનદાર દ્વારા તેની કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું હતુ જોકે, હાલમાં પર્વને શોધી લેવામાં આવ્યો છે આરોપી રાજેશ જગોદરાને જામનગરથી ઝડપી લોવામાં આવેલ છે જો કે, આરોપી પકડાઈ ગયો તો પણ તેને બાળકનું અપહરણ શા માટે કર્યું હતું તેની કોઈ હક્કિત સામે આવી નથી તે સૌથી મોટો સવાલ છે
અત્રેઉલેખનીય છે કે, પર્વનું અપહરણ થયાની ફરિયાદી નોંધાઈ હોવાથી બાળકને શોધવા માટે પોલીસ તજવીજ કરી રહી છે જો કે, પર્વ ગુમ થયા પછી તેના પરિવારને કોઈનો ફોન આવેલ નથી અને પર્વના પિતા ખેતી કામ કરે છે જેથી તે કોઈ મોટી ડિમાન્ડ પણ પૂરી કરી શકે તેમ નથી તો પણ પર્વનું અપહરણ કેમ કરવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ હતો તેવામાં આરોપીનું લોકેશન જામનગરના ગુલાબનગરમાં જોવા મળ્યું હતું જેથી કરીને મોરબી એસીબીની ટીમ દ્વારા જામનગર એલસીબીની મદદ લઈને તાત્કાલિક જામનગરના ગુલાબનગર ખાતેથી આરોપી રાજેશ જગોદરાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારે અપહરણ કરવામાં આવેલ બાળક પર્વ પણ તેની સાથે મળી આવ્યો હોય તેને પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવેલ હતો
હાલમાં બાળક હેમખેમ મળી આવતાં પરિવાર અને પોલીસે હાશકારો અનુભવ્યો છે જોકે, આરોપીએ બાળકનું અપહરણ શા માટે કર્યું હતું તે સૌથી મોટો સવાલ હજુ પણ ઊભો જ છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી પહેલા માલવણ અને ત્યાંથી તેનો સબંધી જામનગર રહેતા જોવાથી તે બાજુ બાળકને લઈએ ગયો હતો અને તે બાઇક ઉપર જ બાળકને લઈને ફરતો હતો દરમ્યાન તેની પાસે જે રૂપિયા હતા તે પૂરા થઈ જવાથી તેની પાસે રહેલ એટીએમ કાર્ડનો ઉપયોગ તેને જામનગરમાં કર્યો હતો જેથી તુર્તજ પોલીસે તેને દબોચી લીધો હતો જોકે હજુ સુધી આરોપીએ કયા કારણોસર બાળકનું અપહરણ કર્યું હતું તેની કોઈ માહિતી સામે આવી નથી જે બહાર આવશે કે કેમ તે તો સમય જ બતાવશે
