મોરબમાં જુગારની ત્રણ રેડ: ૧૨ જુગારી પકડાયા
SHARE









મોરબમાં જુગારની ત્રણ રેડ: ૧૨ જુગારી પકડાયા
મોરબી શહેરમાં જુદી જુદી ત્રણ જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારીઓ ઝડપાયા હતા અને પોલીસે જુગારીઓ પાસેથી કુલ મળીને ૪૧૩૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં વિદ્યુત નગરમાં આવેલ હનુમાનજી મંદિર પાસે મફતીયા પરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ભુપતભાઈ ખીમજીભાઈ કારૂ (૨૧૦, રૂગનાથભાઈ માવજીભાઈ મકવાણા (૨૦), શામજીભાઈ રમણીકભાઈ ડાભી (૩૫) અને જીગ્નેશભાઈ અરજણભાઈ લાંબરીયા (૩૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૭૯૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ કરિયા સોસાયટીમાં જુગારની બીજી રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ભગવાનજીભાઈ ટીડાભાઈ ટોયટા (૩૩), રોહિતભાઈ નારણભાઈ બાંભવા (૨૭), કેવલભાઈ જયંતીભાઈ ભલસોડ (૨૫) અને યોગેશભાઈ જીતેન્દ્રગિરી ગોસ્વામી (૨૪) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૨૮૭૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારની ત્રીજી રેડ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરની પાછળના ભાગમાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મુળજીભાઈ ધારાભાઇ ટોળીયા (૩૫), રમણભાઈ ભગુભાઈ કારૂ (૨૭), સંજયભાઈ મોતીભાઈ ટોળીયા (૨૧) અને રાજેશભાઈ જગદીશભાઇ વાઘેલા (૨૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પરિણીતા ગુમ
મોરબી શહેરના જેલ રોડ ઉપર આવેલ રબારી વાસમાં રહેતા રામજીભાઈ કરશનભાઈ બારા જાતે રબારી (ઉંમર ૩૮) ના પત્ની ગુમ થયા હોવા અંગેની ફરિયાદ તેને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પત્ની મીનાબેન રામજીભાઈ બારા (ઉમર ૩૭) ગત તા.૭/૫ ના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી શાક બનાવવા માટે સેવ લેવા જવાનું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો નથી જેથી કરીને હાલમાં રામજીભાઈ બારા દ્વારા પોતાના પત્ની મીનાબેન ગુમ થયા હોવા અંગેની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
