હળવદ નજીક ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત: ૧૦ ને ઇજા
SHARE









હળવદ નજીક ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત: ૧૦ ને ઇજા
(હરેશ પરમાર) હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટિયા પાસે ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રાવેલ્સનો ડ્રાઈવર વાહનમાં ફસાઇ ગયો હતો જેથી તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અને ૧૦ જેટલા લોકોને ઈજા થતાં હળવદની સરકારી હોસ્પિટલ માટે તેને લઈ ગયા હતા અને આ બનાવના પગલે ત્યારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ટ્રાફિક જમાદાર સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડીને આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો
