પુલિસ કે હાથ લાંબે હોતે હૈ ?: આંગડીયા પેઢીના ૬૨.૫૦ લાખની ચોરી કરનારા આરોપીઓના હજુ કોઈ સગડ નહીં !
SHARE









પુલિસ કે હાથ લાંબે હોતે હૈ ?: આંગડીયા પેઢીના ૬૨.૫૦ લાખની ચોરી કરનારા આરોપીઓના હજુ કોઈ સગડ નહીં !
માળિયા મિંયાણા નજીક આવેલ માધવ હોટલ પાસે એસટીની બસ હોલ્ટ હોવાથી શનિવારે સવારે બસ ઊભી રાખવામા આવી હતી ત્યારે તે બસમાં રાપર(ભુજ)ની આંગડીયા પેઢીનો રોકડા રૂપિયા ૬૨.૫૦ લાખ લઈને મોરબીમાં આવેલ ઈશ્વર બેચર પટેલ પેઢીમાં આપવા માટે આવી રહ્યો હતો અને આ કર્મચારી બાથરૂમ કરવા માટે બસમાંથી નીચે ગયો હતો એટલી વારમાં તેનો થેલો લઈને બસમાં જ મુસાફર બનીને બેઠલા બે શખ્સો નાશી ગયા હતા જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે માટે આરોપીઓને પકડવા માટે માળીયા પોલીસ અને એલસીબીની ટીમ તજવીજ કરી રહી છે જો કે, હજુ સુધી આરોપીઓના કોઈ સગડ મળેલ નથી
માળીયા તાલુકામાં ચોરીની ઘટના સામે આવી હતી અને એસટીની બસમાં શનિવારે કચ્છના રાપરથી મોરબી આવતા કર્મચારીનો રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા ભરેલો થેલો લઈને બે ગઠિયા નાશી ગયા હતા જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર પટેલ આંગડીયા પેઢીમાં નોકરી કરતાં મહાદેવ રામભાઈ વાઘમારે (ઉમર ૪૩) જણાવ્યુ છે કે, શનિવારે સવારે એસટીની રાપરથી રાજકોટ જતી બસમાં મોરબીની ઓફિસે રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા આપવા માટે આવી રહ્યા હતા ત્યારે બસમાં જ મુસાફરની જેમ બેઠેલા બે શખ્સો તેનો રોકડ ભરેલો થેલો ચોરી કરીને નાશી ગયા છે
માળીયા(મિં.) નજીક હાઇવે ઉપર આવેલ માધવ હોટલે એસટીની બસનો હોલ્ટ હોવાથી બસને ત્યાં ઉભી રાખવામા આવી હતી ત્યારે ફરિયાદી પાસે ૫૦૦ ની ચલણી નોટના બંડલ ભરેલો થેલો હતો તે બસમાં જ રાખીને માત્ર ૧૦ મિનિટ તે બાથરૂમ કરવા માટે બસની નીચે ઉતર્યો હતી ત્યારે તકનો લાભ લઈને બસમાં બેઠેલા બે અજાણ્યા શખ્સ રોકડ રકમ ભરેલ કાળા કલરનો થેલો લઈને બસમાંથી નીચે ઉતારી ગયા હતા અને રોકડ રકમ ભરેલો થેલો બસમાં ન હોવાથી ભોગ બનેલા આંગડિયા પેઢીના કર્મચારીએ પહેલા આ બનાવની બસના ડ્રાઈવર અને કંડક્ટરને જાણ કરી હતી અને બાદમાં પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને બાદમાં યુવાનની ફરિયાદ લેવા આવી હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા જો કે, આજ સુધી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના કોઈ સગડ પોલીસને મળેલ નથી અને આરોપીઓને પકડવા માટે પોલીસે દ્વારા જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે
