મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં ચૂંટણીનો ખાર રાખીને હારેલા ઉમેદવારના પતિને ધમકી આપનારની ધરપકડ


SHARE

















મોરબીના રવાપરમાં ચૂંટણીનો ખાર રાખીને હારેલા ઉમેદવારના પતિને ધમકી આપનારની ધરપકડ

મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ આગળ રહેતા વૃદ્ધના પત્ની ગત રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ ના સભ્ય તરીકે ચૂંટણી લડયા હતા જે બાબતનો ખાર રાખીને વિજેતા ઉમેદવારના પતિ દ્વારા હારેલા મહિલા ઉમેદવારના પતિને “તું અમારી સામે ચૂંટણી લડયો હતો તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી અને અવાર નવાર આવી ધમકી તેના દ્વારા આપવામાં આવતી હતી જેથી વૃદ્ધે ઝેરી દવા પી લીધી હતી અને વૃદ્ધે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક આવેલા રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ આગળ ધાયડી  વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા ભરતભાઈ રાણાભાઈ બસીયા જાતે બોરીચા આહીર (૫૭)એ ભીખાભાઈ આપાભાઈ બારીયા રહે. રવાપર વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે રવાપર ગામે હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી કે જેના પત્નીની સામે ફરિયાદ ભરતભાઇના પત્ની ગત રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ ના સભ્ય તરીકે ચૂંટણી લડયા હતા જેમાં ફરિયાદીના પત્ની હારી ગયા હતા અને આરોપીના પત્ની સામે ચૂંટણી લડયા હતા તે બાબતનો ખાર રાખીને ત્રણ ચાર દિવસ પહેલા ભીખાભાઈએ ગાળો આપી હતી અને “તું અમારી સામે ચૂંટણી લડયો છો તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી અને અવારનવાર આવી ધમકી આપતો હતો જેથી વૃદ્ધને મનોમન લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા બાદમાં તેને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભીખાભાઈ સામે ભરતભાઇએ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.એસ. મેસવાણિયા દ્વારા આરોપી ભીખાભાઈ આપાભાઈ જારીયા જાતે બારીયા (૪૩) રહે. રવાપર વાળાની ધરપકડ કરેલ છે

 વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ-માળીયા હાઈવે ઉપર રામદેવ હોટલ પાસે ટીસી બનાવવાના કારખાનાની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં આઇ-૨૦ કાર નંબર જીજે ૧ કેઆર ૧૧૪૦ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે તેમજ બેદરકારીપુર્વક ચલાવતા આગળ જતા બાઇક નંબર જીજે ૩૬ એએ ૭૭૭૬ ને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક સવાર અમિત ગીરીશભાઈ કવૈયા જાતે લુહાર (૩૭) રહે.હળવદ દરબાર નાકે પંચોલી શેરીવાળાને ઈજાઓ પહોંચી હતી. જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં તેણે ઉપરોક્ત નંબરની કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.મોરબીના હળવદ-માળીયા હાઈવે ઉપર રામદેવ હોટલ પાસે ટીસી બનાવવાના કારખાનાની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં આઇ-૨૦ કાર નંબર જીજે ૧ કેઆર ૧૧૪૦ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે તેમજ બેદરકારીપુર્વક ચલાવતા આગળ જતા બાઇક નંબર જીજે ૩૬ એએ ૭૭૭૬ ને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક સવાર અમિત ગીરીશભાઈ કવૈયા જાતે લુહાર (૩૭) રહે.હળવદ દરબાર નાકે પંચોલી શેરીવાળાને ઈજાઓ પહોંચી હતી. જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં તેણે ઉપરોક્ત નંબરની કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News