મોરબી જીલ્લાના બાપા સીતારામ શાંતિવન આશ્રમે વિરોધી માનસિકતા ધરાવતા જીવ પણ એક થઈને રહે !
માળિયાના પીપળીયા ચોકડીથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાની રાવ
SHARE









માળિયાના પીપળીયા ચોકડીથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાની રાવ
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બાવરવા દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમા તેઓએ જણાવ્યું છે કે મોરબીના માળિયા તાલુકાના પીપળીયા ચોકડીથી જે પાણીનું સપ્લાય ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે તે પૂરતા પ્રેશરથી ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતું ન હોય પીવાના પાણી સહિતની સમસ્યાઓથી લોકો હેરાન થઈ રહ્યા હોય આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
વધુમાં કે.ડી.બાવરવાએ જણાવ્યું હતુ કે તેઓ માળિયા તાલુકાના ગામોના પ્રવાસમાં હતા તે દરમ્યાન જાણાવા મળ્યુ હતું કે પીપળીયા ચાર રસ્તાએ આવેલ સંપ તેમજ ઓવર હેડ ટેંક દ્વારા આજુબાજુના જે વિસ્તારના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે વિતરણ વ્યવસ્થાની ખામી હોય કે સ્ટાફની ઘટ હોય કે કોઈ ગોલમાલ થતું હોય જે હોય તે પરંતુ આ વિસ્તારના ગામોને હાલમાં પુરતું પાણી નથી મળી રહ્યું તે નરી વૈસ્તવીકતા છે.હમણાં દેરાળા ગામે ૨૦ દિવસથી પાણી ન મળવાના કારણે ગામની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્સન કરવામાં આવેલ હતું.આ જ રીતે આ વિસ્તારના ગામો જેવા કે કુંતાસી, બોડકી, ન્યુ નવલખી, વર્ષામેડી, જુમાવાડી, ખીરસરા, નાના દહીસરા, મોટા દહીસરા, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર, મોટીબરાર, નાની બરાર, જસાપર, જાજાસર -મેઘપર, દેરાળા, તરઘરી, ચાચાવદરડા, સરવડ વગેરે ગામોને નિયમિત તેમજ પુરતું પીવાનું પાણી મળતું નથી. તો આ બાબતે વહેલા સર યોગ્ય કરવા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાયેલ છે.
હાલમાં જયારે મચ્છુ-૨ ડેમમાં પુરતો પાણીનો જથ્થો છે.સિંચાઈ માટે પણ પાણી કેનાલમાં છોડવામાં આવેલ છે.તેમ છતાં આ ગામોને કેમ નિયમિત અને પુરતું પાણી મળી રહ્યું નથી..?જો આ બાબતે સાત દિવસમાં યોગ્ય કરવામાં નહી આવે તો, આંઠ દિવસ બાદ દરેક ગામોનો પ્રવાસ કરીને લોકોની સમસ્યા જાણીને આગળના લડતના કાર્યક્રમો ઘડવામા આવશે અને આ ગામોના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યર્ક્મો આપીશું તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ઉચ્ચારેલ છે.
