માળિયાના પીપળીયા ચોકડીથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાની રાવ
મોરબીની જેલમાં બંધ આરોપીને છોડાવવા માટે ખોટું મેડિકલ સર્ટિ બનાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE









મોરબીની જેલમાં બંધ આરોપીને છોડાવવા માટે ખોટું મેડિકલ સર્ટિ બનાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીની જેલમાં બંધ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીએ વચ્ચગાળાના જમીન મેળવવા માટે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મેડિકલ સાથે અરજી કરી હતી અને રાજકોટ સરકારી હોસ્પીટલનુ મેડીકલ સર્ટી રજૂ કરવામાં આવ્યું હતું જો કે, તેની ખરાઈ કરવામાં આવતા તે મેડિકલ સર્ટિ ખોટું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા જમીન અરજી કરનારા જેલમાં બંધ આરોપી, તેની પત્ની અને તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે
મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર એ.એચ.દવે દ્વારા મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથક ખાતે અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ (ઉ.૩૬) રહે. હાલ સબ જેલ મોરબી મુળ મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી અને તેની પત્ની અફસાનાબેન અહેમદભાઇ કાસમાણી રહે. મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી તથા તપાસમા ખુલ્લે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે કે, આરોપી અહેમદ ઉર્ફે આમદો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ ના એન.ડી.પી.એસના ગુનામાં પકડાયેલ છે અને આ ગુન્હાના કામે મોરબી સબ જેલમા છે જેથી વચ્ચગાળાના જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ અરજી કરેલ હતી જે અરજીમા પોતાની પત્નીને માસીકની તકલીફ હોય બ્લીડીંગ થતુ હોય કોથળીનુ ઓપરેશન કરાવવાનુ ખોટુ કારણ જણાવ્યુ હતું અને આરોપી અફસાનાબેન અહેમદભાઇ કાસમાણીએ પોતાને બીમારી સબબ રાજકોટ સરકારી હોસ્પીટલનુ ખોટુ મેડીકલ સર્ટી મેળવી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કર્યું હતું તે ખોટું મેડિકલ સર્ટી રજૂ કર્યું હતું જેથી કરીને જેલમાં બંધ આરોપી અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ અને તેની પત્ની અફસાનાબેન એમદભાઈ ઉર્ફે આમદો કાસમાણી જાતે મેમણ (૩૬) તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં પોલીસે આરોપીની પત્ની અને ખોટું મેડિકલ સર્ટિ કાઢવી આપનારા કિશન હસમુખભાઇ ગજેરાની ધરપકડ અગાઉ કરી હતી અને કિશને ખોટું મેડિકલ સર્ટિ કાઢી આપશે તેવી માહિતી આપનારા હાજી હબીબભાઇ ઠામણીયા જાતે પીંજારા (૩૪) રહે. અંકુર સોસાયટી શેરી નંબર-૪ કોઠારીયા રોડ રાજકોટ વાળાની પોએસઆઈ એલ.એન. વાઢિયાં દ્વારા ધરપકડ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
હળવદના પલાસડા ગામની વતની ગીતાબેન મનસુખભાઈ વિઠલાપરા નામની ૫૧ વર્ષીય મહિલાના પગ ઉપરથી કટર મશીનનું ટાયર ફરી વળતા ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામના સાહિલ મયુદ્દીનભાઇ કબાડીયા નામનો ૧૯ વર્ષીય યુવાન બાઈકમાં વાડીએ જતો હતો તે સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજા થવાથી સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો
દવા પી લેતા સારવારમાં
મોરબીના શનાળા ગામે રહેતા હુસૈન મામદભાઈ મકરાણી નામના ૨૧ વર્ષીય યુવાને કોઈ અજાણી દવા પી લેતા તેને સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે હળવદના ચરાડવા ગામે રહેતૈ હર્ષીત પ્રવીણભાઈ મોરી નામના ૨૦ વર્ષીય યુવાનને હળવદના ઈશ્વરનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
