મોરબીની જેલમાં બંધ આરોપીને છોડાવવા માટે ખોટું મેડિકલ સર્ટિ બનાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના પત્રકાર એસો. દ્વારા રાજકોટમાં મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન મુદે સીએમને આવેદનપત્ર
SHARE









મોરબીના પત્રકાર એસો. દ્વારા રાજકોટમાં મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન મુદે સીએમને આવેદનપત્ર
મોરનીના પત્રકાર એસોસીએશન દ્વારા કલેક્ટર મારફતે સીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં પત્રકારો ઉપર અગાઉ હુમલા થયા છે અને ઘણી વખત ગેરવર્તન પણ કરવામાં આવે છે ત્યારે પત્રકારોની સ્વતંત્રતા તેમજ બંધારણીય હક્કો જોખમમાં મુકાય છે આવી જ ઘટના તાજેતરમાં રાજકોટના બામણબોર પાસે નવું એરપોર્ટ બનાવવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યાં બની હતી અને મહત્વની વાત તો એ છે કે સરકારની આ કામગીરીના કવરેજ માટે માહિતીખાતા દ્વારા જ પત્રકારોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા તેમ છતાં પત્રકારોની સાથે સ્થળ ઉપર જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ હતા તેમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરેલ છે અને ભવિષ્યમાં સરકારી વિભાગના કોઇ પણ અધિકારી કે કર્મચારી દ્વારા પત્રકારો કે જે પોતાની ફરજ અને કામગીરીના ભાગરૂપે સ્થળ ઉપર જતા હોય છે તેમની સાથે આવું ગેરવર્તન ન કરવામાં આવે તેવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે આ તકે સંસ્થાના પ્રમુખ અતુલ જોશી, સુરેશ ગોસ્વામી, મિલન નાનક રવિ મોટવાણી, રાજેશ અંબાલિયા, ઋષિ મહેતા, વિપુલ પ્રજાપતિ, ભાસ્કર જોશી અને પંકજ સનારિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા
