મોરબીમાં આધેડના ચાર પ્લોટની જમીનમાં ઉપર કબ્જો કરી લેનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના શનાળા રોડે ઉમિયાનગરમાં ઘરમાં પાણીના ભોંય ટાંકામાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના શનાળા રોડે ઉમિયાનગરમાં ઘરમાં પાણીના ભોંય ટાંકામાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં ઘરની અંદર બનાવવામાં આવેલ પાણીના ટાંકામાં પડી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા નગરમાં રહેતાં રસિકભાઈ ભાણજીભાઈ વામજા (ઉંમર ૪૮) પોતાના ઘરે એકલા હતા દરમિયાન તે કોઈ રીતે ઘરમાં બનાવવામાં આવેલ પાણીના ભોય ટાંકામાં પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ રસિકભાઈના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એચ. બોરાણા ચલાવી રહ્યા છે અને તેમની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલાં મૃતક યુવાનને બ્રેન ટ્યુમર હતું જેનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યાર બાદ તેના શરીરમાં અશક્તિ રહેતી હતી દરમિયાન કોઈપણ કારણોસર તે પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા જેથી તેનું મોત નીપજ્યું છે તેવું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ધારાભાઈ બાલુભાઈ પોતાનું બાઇક લઇને ચરાડવા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચરાડવા ગામ પાસે બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી ધારાભાઈને ઈજા થઈ હોવાના કારણે તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
