મોરબીના શનાળા રોડે ઉમિયાનગરમાં ઘરમાં પાણીના ભોંય ટાંકામાં ડૂબી જવાથી યુવાનનું મોત
માળીયા (મિ)ના નાના દહીસરા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









માળીયા (મિ)ના નાના દહીસરા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા પરિવારની દીકરીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા અહીંની પોલીસે પ્રાથમિક કાગળો તૈયાર કરીને આ બનાવની જાણ માળિયા તાલુકા પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા અબ્દુલભાઈ સુમરાની ૧૮ વર્ષની દીકરી અનિસાબેનએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એચ. બોરાણા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિવારજનોના કહેવા પ્રમાણે છેલ્લા બે-ત્રણ દિવસથી અનિસા ગુમસુમ રહેતી હતી દરમિયાન તેણે આપઘાત કરી લીધેલ છે આ બનાવની એ ડિવિઝન પોલીસ દ્વારા માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા માળીયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
હળવદમાં રહેતા ભીમાભાઇ ભવનભાઈ લોલાડીયા (ઉંમર ૩૮) પોતાનું બાઇક લઇને હળવદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કૂતરું આદું ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ભીમાભાઇ ભવનભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
