મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સુશાસન સપ્તાહ અંતર્ગત પ્લે-કાર્ડ પ્રદર્શન યોજાયુ
હળવદ સિવિલમાં ગંભીર ડીલવરી નોર્મલ કરીને માતા-બાળકને બચાવી લીધુ
SHARE









હળવદ સિવિલમાં ગંભીર ડીલવરી નોર્મલ કરીને માતા-બાળકને બચાવી લીધુ
(હરેશ પરમાર) હળવદની સરકારી હોસ્પિટલમાં તા.૭ જૂન શિરોઈ ગામની સગર્ભા માતાને પ્રસુતિનો દુખાવો ઉપડતાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હળવદ ખાતે આવ્યા હતા જે પ્રસુતિ તપાસ દરમિયાન તપાસ કરતા પ્રસૂતી માટે સ્પેશીયાલીસ્ટ એવા ઉવેશ સુમરા કે, જેઓ મિડવાઈફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જે માતાની તપાસ દરમિયાન ખબર પડી કે નવજાત શિશુ અંદર થી મોઢાના ભાગે આવે છે. જે કંડીશનમા તેઓને ખરેખર મોટા દવાખાને સ્પેશિયાલીટી વાળા સેન્ટર પર રિફર કરવાના હોઈ પરંતુ પ્રસુતાની પીડા સાથે સંપૂર્ણ જગ્યા ખુલી ગઈ હતી જે હાયર સેન્ટર મોકલતા જ રસ્તામા કોઈ પણ જોખમ આવી શકે તેમ હતું પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મિડવાઇફ ઓફિસર કે જે સ્કીલ ટ્રૈઇન એવા ઉવેશ સુમરા એ પોતાની સૂઝ બુઝથી આ કોમ્પ્લીકેશન વાલી પ્રસુતિ કરાવી તથા પ્રસૂતિ દરમિયાન બાળકના ગળાના ભાગે નાળ વીંટળાયેલી હતી જે પ્રસૂતિ પહેલા સોનોગ્રાફીમાં ખબર પડે પરંતુ કોઈ રીપોર્ટ કરાવેલા ન હતા જન્મ બાદ નવજાત શિશુને લાઈફ સેવિંગ પ્રોસીજર કરી કુત્રિમ શ્વાસો શ્વાસ આપી બાળકને નવજીવન આપ્યું આમ માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે તેમ ફરજ પરના તબીબે જણાવ્યું હતું
