હળવદ સિવિલમાં ગંભીર ડીલવરી નોર્મલ કરીને માતા-બાળકને બચાવી લીધુ
વાંકાનેરના મોટા જડેશ્વર પાસેથી છ બીયરના ટીન સાથે રાજકોટના બે શખ્સ પકડાયા
SHARE









વાંકાનેરના મોટા જડેશ્વર પાસેથી છ બીયરના ટીન સાથે રાજકોટના બે શખ્સ પકડાયા
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર નજીકથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરતા કારમાં બેઠેલા બે શખ્સો પાસેથી બીયરના ૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે છ સો રૂપિયાની કિંમતનો બિયર તેમજ કાર અને આઇફોન મોબાઈલ મળીને ૩,૫૦,૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર નજીક બસ સ્ટેશન પાસેથી પસાર થતી કાર નંબર જીજે ૧ કેદી ૪૩૨૫ પસાર થઇ રહી હતી જે કારને રોકીને પોલીસે કરતાં તેમાં બેઠેલા બે શખ્સો પાસેથી જુદી જુદી બ્રાન્ડના બીયરના ૬ ટીન મળી આવ્યા હતા જેથી કરીને ૬૦૦ રૂપિયાની કિંમતના બિયર તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર અને પચાસ હજાર રૂપિયાની કિંમતનો એપલનો આઇફોન આમ કુલ મળીને ૩,૫૦,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સુનિલ કિશન સોલંકી (૨૬) રહે, ચુનારવાડ શેરી નંબર-૧ રાજકોટ અને રણછોડભાઇ પુંજાભાઇ લોરીયા (૫૫) રહે. માધાપર તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ ટીન તે કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
