વાંકાનેરના મોટા જડેશ્વર પાસેથી છ બીયરના ટીન સાથે રાજકોટના બે શખ્સ પકડાયા
મોરબીમાં બાળકનું અપહરણ કરનાર આરોપી જામીન મુક્ત
SHARE









મોરબીમાં બાળકનું અપહરણ કરનાર આરોપી જામીન મુક્ત
મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો અને ભાણેજનું દુકાનદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે આરોપીને પોલીસે બાળકની સાથે જ પકડી લીધો હતો અને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને લઈને તેને જામીન મુક્ત કરવામાં આવેલ છે
મોરબીના ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા જાતે પટેલ (૩૩)એ ત્યાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને બાલાજી પાન નામે ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા જાતે પટેલ સામે તેના ભાણેજનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બાળકને શોધી લાવીને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી રાજેશ જગોદરાના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને પોલીસે કોર્ટ હવાલે કરેલ હતો અને આરોપીના વકીલ જતિનભાઈ હોથી દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મુક્ત કરેલ છે
