મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પ્રાથમિક સુવિધાની મામલતદારે ખાતરી આપતા આંદોલન સમેટાયું


SHARE

















માળીયા (મી)માં પ્રાથમિક સુવિધાની મામલતદારે ખાતરી આપતા આંદોલન સમેટાયું

મોરબી જિલ્લો આમ તો સમૃદ્ધ જિલ્લો ગણવામાં આવે છે જો કે, આ જીલ્લામાં આવતા માળીયા મિયાણા તાલુકામાં આજની તારીખે પણ લોકોને સારી પ્રાથમિક સુવિધો મળી રહી નથી જેથી કરીને લોકોને સારી સુવિધા મળે તે માટે માળીયા મિયાણા તાલુકાને વિકસિત બનાવવા સામાજિક કાર્યકરે આંદોલન શરૂ કર્યું હતું અને મામલતદારે પ્રાથમિક સુવિધાની ખાતરી આપતા હાલમાં આંદોલન સમેટાયું  છે

છેલ્લા આઠ દિવસથી મિયાણા તાલુકામાં લોકોને સારી પ્રાથમિક સુવિધો મળી રહે તે માટે સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈએ આંદોલન શરૂ કરેલ હતું અને તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો તે પહેલા માળીયામાં બસ સ્ટેન્ડ હતું જો કે, ત્યારે પડી ગયા પછી તેને બનાવવામાં આવ્યું જ નથી અને આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી કચેરી, પશુ દવાખાનું, મામલતદાર કચેરીનું નવ નિર્માણ, વાંઢ વિસ્તારમાં વીજ કનેક્શનો આપવા, માળીયાની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક સહિતની ખાલી જગ્યા ભરવા, હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હાલતમાં હોય રીનોવેશન કરવા, માળિયામાં ફરીથી એસએસસી બોર્ડનું પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે, માળીયામાં સ્ટેટ હાઇવેને જોડતા માર્ગો બિસ્માર, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખરાબ માર્ગોની હાલત સુધારવા સહિતના મુદાઓને ધ્યાને લઈને લોકોને સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉકેખનીય છે કે, અગાઉ સ્થાનિક અધિકારીથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરેલ હતી પરંતુ કોઈ કામ કરવામાં આવ્યું નથી જેથી આંદોલન કરવામાં આવ્યું હતું અને બુધવારે માળીયા અડધો દિવસ બંધ રાખવામા આવેલ હતું તેમજ લોકો આંદોલનમાં જોડાયા હતા જેથી મામલતદારે ઉપવાસી છાવણીએ આવીને પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી અને સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈના પારણા કરાવ્યા હતા અને આંદોલન સમેટાયું હતું




Latest News