મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત
જાનમાલની રક્ષા માટે કવાયત: મોરબી અને માળીયાના કેટલાક ગામોમાં અજાણ્યા લોકોની પ્રવેશબંધી, રાત ઉજાગરા શરૂ
SHARE









જાનમાલની રક્ષા માટે કવાયત: મોરબી અને માળીયાના કેટલાક ગામોમાં અજાણ્યા લોકોની પ્રવેશબંધી, રાત ઉજાગરા શરૂ
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લા દિવસોમાં ઘણી ચોરી કરવામાં આવી છે જેથી કરીને સલામતીના ભાગરૂપે મોરબી અને માળીયા તાલુકાનાં જુદાજુદા ગામોમાં અજાણ્યા લોકોની રાતે અને બપોરે પ્રવેશબંધી કરવામાં આવી છે અને લોકો દ્વારા જાનમાલની રક્ષા માટે રાત ઉજાગરા પણ કરવામાં આવી રહ્યા છે
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે અને અવાર નવાર જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી રહી છે ત્યારે માળીયા તાલુકાનાં જુના ઘાટીલા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સરપંચની મંજુરી વિના કોઈપણ ફેરિયા કે માંગવા માટે આવનારા ઈસમોને ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે તેમજ બપોરે ૧૨ થી ૩ સુધી ફેરિયાઓ અને રાત્રીના ૧૦ પછી ટીકર રોડની તમામ દુકાન બંધ રાખવા સૂચના આપવામાં આવી છે અને અજાણ્યા માણસોને રાત્રે ૯ પછી ગામમાં પ્રવેશ બંધ કરવામાં આવેલ છે આવી જ રીતે માળીયાના વેજલપર ગામે પણ ગ્રામ પંચાયત દ્વારા ફેરિયા કે અજાણ્યા લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ નિયમનો કોઈ ભંગ કરે તો ગ્રામ પંચાયત કચેરીએ બેસાડીને કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો મોરબી તાલુકાના જેતપર(મ.) ગામમાં પણ રાત્રીના દસ વાગ્યા પછી અજાણ્યા વ્યક્તિનો પ્રવેશ બંધ કરવામાં આવેલ છે અને રાતે ખેતરે જતાં ખેડૂતો અને તેના ખેતમજૂરોને આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવા માટે કહેવામા આવ્યું છે આટલું જ નહિ કેટલાક ગામ અને સોસાયટી વિસ્તારમાં તો લોકોએ જનમાલની રક્ષા માટે રાતના ઉજાગરા પણ શરૂ કરી દીધા છે
