મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે વુમનસ ગોટ ટેલેન્ટ અને ખાદીનો ફેશન શો યોજાયો
SHARE









મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે વુમનસ ગોટ ટેલેન્ટ અને ખાદીનો ફેશન શો યોજાયો
મોરબીની બહેનોમાં રહેલા ઇનર ટેલેન્ટને બહાર લાવવા માટે અને તેમને પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે ઇન્ડિયન લાઇન્સ ચેરમેન વિઝિટ નિમિતે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી વુમનસ ગોટ ટેલેન્ટ અને ખાદીનો ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર વિજેતા બહેનોને મોમેન્ટો આપીને આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવી હતી.
મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમનસ ગોટ ટેલેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગિંગ, ડાન્સિંગ, મિમિકારી, યોગા, ઝૂમબા, સ્ટેપ્સ અને બીજા કોઈપણ ટેલેન્ટને સ્થાન આપવામાં આવ્યું હતી અને તેની સાથોસાથ ખાદી ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, ચીફ પેટૉન હિતેશભાઈ પંડયા, ઈમીડીયેટ પાસ્ટ ચેરમેન આશાબેન પંડયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબેન ઝાલા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નિલકંઠ વિધાલયન ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા, ભાજપના આગેવાન મંજુલાબેન દેત્રોજા, ડૉ.હસ્તીબેન મહેતા સહિતના હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ખાદી ફેશન શોમાં પ્રથમ હેલીબેન કોટેચા, દ્વિતીય પાયલબેન આશર, તૃતીય ઉમાબેન સોમૈયા અને ભૂમી જાડેજા તેમજ ડાન્સ સ્પર્ધામાં ગૃપ-૧ માં પ્રથમ પૂજા શાહ, દ્વિતીય કાજલ તથા ગૃપ-૨ પ્રથમ ગૃપ ગરબામાં પાયલબેન આશર,ચોપરાની આશાબેન, દોશી સુનીતાબેન, સંપટ હીમાનીબેન, વષૉબેન ભટ્ટ, કોઠારી વષૉબેન અને દ્વિતીય ક્રમે નયનાબેન બારા અને તૃતીય ક્રમે પૂજાબેન પરમાર વિજેતા બનેલ છે તો અન્ય સ્પર્ધાઓમાં પ્રિયાબેન મકવાણ, મીનુબેન ગિલ, દેવાંશી, પ્રિયાબેન મકવાણા, કિર્તિબેન, કવિતાબેન ભોજાણી, જાગૃતિબેન તન્ના, સુતરીયા કૃતીબેન વિજેતા થયા હતા.
આ કાર્યક્ર્મમાં નિર્ણયાક તરીકે રીકલબેન, રૂપલબેન દેસાઇ, હિનાબેન દેવાણી અને વાલજીભાઈ ડાભીએ સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ નયનાબેન બારા, પ્રતિબેન દેસાઈ, પુનમબેન હીરાણી, મયુરીબેન કોટેચા, પુનીતાબેન છૈયા, પ્રફુલ્લાબેન સોની, ધ્વનિબેન મારશેટી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન મયુરીબેન કોટેચાએ કર્યું હતું
