મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પર્યટન, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો ઉપર કરવામાં આવ્યા યોગ


SHARE









મોરબી જિલ્લાના પર્યટન, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો ઉપર કરવામાં આવ્યા યોગ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અદાણી ફાઉન્ડેશનના સીએસઆર સહયોગથી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાતના પર્યટન, ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળો પર યોગ સાથે એક દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે જેમાં મોરબી ના પર્યટન સ્થળોનો સમાવેશ કરાયો છે.

આગામી ૨૧ જૂને પ્રદર્શિત થનારા દસ્તાવેજીકરણ માટે મોરબી જિલ્લાના બે સ્થળો પર શૂટિંગ કરવામાં આવેલ. જેમાં વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસ તેમજ મોરબીમાં આવેલ મણીમંદિર નો સમાવેશ કરેલ છે. આ દસ્તાવેજીકરણનું શૂટિંગ ખાનગી કંપની મૂવિંગ પિક્સેલ દ્વારા તેમજ પૂરી વ્યવસ્થા જિલ્લા રમત-ગમત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. તેમજ પૂરું શૂટિંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સાધકો ને લઈને કરવામાં આવ્યું હતું. જેમનું સંચાલન મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વાલજી ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય, ટંકારા તાલુકાના યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા તેમજ મોરબીમાં ટીમ લીડર દિલીપ ભાઈ કંજારીયા તથા યોગ ટ્રેનર ચાંદનીબેન ધોરીયાણી, પ્રજ્ઞાબેન ધોરીયાણી, દેવાંશી મારવણીયા, પ્રદીપસિંહ રાઠોડ ના અલગ-અલગ ટીમનું નેતૃત્વ કરી દરેક સાધકોને યોગાસનની ટ્રેનિંગ આપી શૂટિંગ માટે તૈયાર કર્યા હતા. ઉપરોક્ત બધી ટીમનું નેતૃત્વ તથા આયોજન મોરબી જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર વાલજી ડાભી કર્યું હતું.યોગ સાધકોની વ્યવસ્થા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા સંભાળી હતી.આ દસ્તાવેજીકરણ દ્વારા ગુજરાત સમગ્ર ભારતમાં તેમજ પુરા વિશ્વમાં યોગની સાથે સાથે પર્યટન, ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળોની ભારતીય સંસ્કૃતિને પ્રદાન કરશે અને પ્રધાનમંત્રીના ભારતને વિશ્વ ગુરુ બનવાના સપનાને સાકાર કરશે.




Latest News