કચ્છના પ્રખ્યાત જલારામ વડાપાઉંનો આજથી મોરબીમાં શુભારંભ : 25 થી વધુ વેરાયટી માટે આકર્ષક ઓફર
મોરબીના સોખડા ગામ પાસે પેપરના પાણીના ટાંકામાં પડી જવાથી યુવાનનું મોત
SHARE









મોરબી નજીકના સોખડા ગામના પાટિયા પાસે આવેલ પેપર મિલમાં રહેતો અને ત્યાં કામ કરતો યુવાન પેપર મિલની અંદર આવેલ પાણીના ટાંકામાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા પાસે વાઘપર ગામની સીમમાં આવેલ બ્રાઉન્ડ ફોલ પેપરમીલ નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કૈલાશ ઉડાડીયા રાઠવા (ઉંમર 19) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે કારખાનાની અંદર આવેલ પાણીના ટાંકામાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને અતુલ દેવજીભાઈ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુ આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાન ગુમ
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટી બ્લોક નંબર 15 ફ્લેટ નંબર 403 માં રહેતા પ્રીતબેન નિલેશભાઈ ત્રિવેદી (ઉંમર 30) એ હાલમાં તેઓના પતિ નિલેશભાઈ કાંતિભાઈ ત્રિવેદી (ઉંમર 32) જે મોબાઇલનું કામ કરે છે તે ગત તા. 9 ના રોજ સવારે દસેક વાગ્યે ઘરેથી કામે જાવ છું તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગેલ નથી અને તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો છે જેથી કરીને મહિલાએ તેના પતિની ગુમસુદા ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરે છે
