મોરબીના સોખડા ગામ પાસે પેપરના પાણીના ટાંકામાં પડી જવાથી યુવાનનું મોત
માળિયા-મિયાણાના જાજાસર ગામે સોલ્ટના કારખાનામાં સાઈડ આપતા ક્લિનર ઉપર ડમ્પર ફરી વળતાં મોત નીપજ્યું
SHARE









માળીયા મિયાણા તાલુકાના જાજાસર ગામની સીમમાં આવેલા સોલ્ટના કારખાનામાં ડમ્પર ટ્રક રિવર્સમાં લેતા હતા ત્યારે રિવર્સમાં આવતા ડમ્પરને સાઇટ આપતા કલિનકને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો અને તેના છાતીના ભાગે પાછળના ટાયર ફરી વળતાં કલિનરને છાતીમાં ગંભીર ઈજા થઈ હોવાથી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુ બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના જાજાસર ગામ પાસે આવેલ જલારામ સોલ્ટ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં જયશંકર ઉર્ફે ગણેશ કાશીનાથ યાદવએ હાલમાં ડમ્પર નંબર જીજે 12 એવાય 6604 ના ચાલત સરોજસિંગ મુસાફિરસિંગ યાદવ રહે મૂળ યુપી હાલ રહે જલારામ સોલ્ટ જાજાસર વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાના હવાવાળો ડમ્પર ટ્રક પાછો લેતો હતો ત્યારે તેમના કલિનક અર્જુન બબનભાઈ યાદવ (26) રહે, જલારામ સોલ્ટ વાળા તેને સાઈડ આપતા હતા અને ત્યારે ડમ્પર ચાલકે પાછળથી તેને હડફેટે લીધો હતો અને તેની છાતી ઉપર ડમ્પરના ટાયર કરી રહ્યા હતા જેથી છાતીના ભાગે ગંભીર ઈજા થવાના કારણે અર્જુન યાદવનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ લઈને ડમ્પર ટ્રકના ચાલક સરોજસિંગ મુસાફિરસિંગ યાદવ ની ધરપકડ કરેલ છે
